• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • State Cabinet Minister For Rural And Housing Arjun Singh Chauhan Was Seen Collecting Grain From House To House In His Village.

મંત્રીએ જાળવી પરંપરા:રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતાના ગામ વાંઠવાળીમાં ઝોળી લઈ ઘરે ઘરે જઈ ધાન્ય એકત્ર કર્યું

નડિયાદ10 દિવસ પહેલા
  • અર્જુનસિંહ ચૌહાણ છેલ્લા 25 વર્ષથી BAPS સંપ્રદાયમાં આ રીતે સેવા આપી રહ્યા છે

આજે મકરસંક્રાંતિ પર્વની ઠેકઠેકાણે ઉજવણી કરાઈ છે. આ દિવસે દાનનું વિશિષ્ટ મહત્વ હોય છે. રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પોતાના વતનમાં પરંપરાગત મુજબ ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય એકઠુ કરતાં નજરે પડ્યા હતા. આજે આવા કિસ્સાઓ ખુબજ ઓછા જોવા મળે છે. આવા નેતાઓને દેશ પ્રત્યેની જવાબદારીની સાથે સાથે ધાર્મિકતા પ્રત્યેની પણ એટલી જ જવાબદારી ખંતથી નિભાવતા હોય છે. જે દેશને એક નવી દિશા તરફ આગળ ધપાવે છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નાનકડા ગામ વાંઠવાળીના અર્જુનસિંહ ચૌહાણ હાલ રાજ્ય સરકારમાં મહત્વના પદ પર કાર્યભાળ સંભાળી રહ્યા છે. તેઓ ગ્રામ અને ગૃહ નિર્માણના રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પોતાની સેવાઓ રાજ્યમાં આપી રહ્યા છે. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન, પૂણ્યનું વિશેષ મહત્વ છે. શુક્રવારે સવારે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પોતાના ગામમાં ગલીએ ગલીએ ફરી ઝોળીમાં ધાન્ય એકઠું કરતાં નજરે પડ્યા હતા.

છેલ્લા લગભગ 25 વર્ષથી તેઓ દર વર્ષે આ રીતે સંપ્રદાયમાં સેવા આપી રહ્યા છે. તેઓ મંત્રી પદ પર નહોતા ત્યારે પણ નિત્યક્રમ મુજબ ઉત્તરાયણના દિવસે ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય એકઠુ કરતાં હતા. કેબિનેટ મંત્રી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા મુજબ મકરસંક્રાતીની ઉજવણી પોતાના ગામમાં કરી છે. તેઓએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની વખતની આ પરંપરા છે. પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીની આજે પણ આજ્ઞા છે.

આ ઝોળી પર્વમાં એક ઘરનું દાન અનેક ઘણું પૂણ્ય એટલે જ શાસ્ત્રી સ્વામી જે BAPS સંસ્થાના સ્થાપક છે અને આ રીતે ઝોળી ઉઘરાવી અનેક ઘણાં મંદિરોના બાંધકામ કરી લોકોમાં ધાર્મિકતા વિશે સિંચન કર્યું છે. જે આજે પણ સમાજના ઉત્થાન અને સમાજના સુધારણા માટે આ મંદિરો દાખલા રૂપ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...