સેવાનો સમિયાણો:ફાગણી પૂનમની ડાકોર પદયાત્રા માટે ભંડારાને મંજૂરી આપવાનું શરૂ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તિ માર્ગ પર ભંડારાના આયોજન માટે 10 માર્ચ સુધી મંજૂરી અપાશે

ફાગણી પૂનમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદથી ડાકોરના માર્ગો પર યોજાનાર ભંડારા માટે મંજુરીનો દોર શરૂ થશે. ખાસ કરી અમદાવાદથી આવનાર ભંડારાના આયોજકોને છેક નડિયાદનો ધક્કો ના ખાવો પડે તે માટે કનીજ ખાતે સીંગલ વિન્ડો સિસ્ટમથી મંજુરી આપવાની સિસ્ટમ કાર્યરત કરાઈ છે.

કનીજ ખાતે આવેલ રણછોડરાય મંદિરે કેબિનેટ મંત્રી અર્જુનસિહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાકોર સેવા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સમિતિના અધ્યક્ષ હરિન પાઠક ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી ડાકોર જતા પદયાત્રીઓની સગવડતા માટે તેમજ ભંડારાની સગવડ માટે મંજૂરી આપવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તા.8/3/2022 થી તા. 10/03/2022 સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કનીજ રણછોડરાયજી મંદિર ખાતે સીગલ વીન્ડો દ્વારા પાસ આપવામાં આવશે.

જેમાં આર.સી.બુક, વીમો, વાહન માલિકની સંમતિ, ડ્રાઇવરનું નામ અને લાયસન્સની અસલ અને ઝેરોક્ષ નકલ લાવવાની રહેશે. આ મિટિંગમાં વીજ પુરવઠા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોવીસ કલાક પાવર સપ્લાય આપવાનું નક્કી થયેલ છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, ખેડા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે, જીલ્લા પોલીસવડા અર્પિતાબેન પટેલ અને તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ભંડારાઓ દ્વારા પ્લાસ્ટિક મુક્ત યાત્રા સફળ બનાવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...