તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:50 % વિદ્યાર્થીઓની મર્યાદા સાથે આજથી ધોરણ 12 અને કોલેજમાં ઓફલાઇન અભ્યાસ શરૂ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ વર્ષ બાદ ખેડા જિલ્લાની 238 શાળામાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે

કોરોનાના કેસોમાં ઘટાડો થતા હવે સામાન્ય જનજીવન ધબકતું થયું છે. ત્યારે દોઢ વર્ષના વિરામ બાદ આવતી કાલથી ધો.12 ના વર્ગો શરૂ થવા જઇ રહ્યા છે. સરકાર દ્વારા કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે અને 50 ટકા વિધાર્થીઓની મર્યાદામાં વર્ગો શરૂ કરવા માટે શાળા સંચાલકોને સૂચના આપી દીધી છે.ખેડા જિલ્લાની 238 શાળામાં આવતી કાલથી ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે.

આ વર્ષે ખેડા જિલ્લામાં 3,100 જેટલા વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં જ્યારે 11,900 જેટલા વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સરકારની સૂચના મુજબ દરેક શાળાએ 50 ટકા વિદ્યાર્થીઓ ની મર્યાદામાં વર્ગ ખંડો શરૂ કરવા સૂચના આપી છે. જોકે કેટલીક શાળાઓમાં રોલ નંબર મુજબ ઓડ-ઇવન સિસ્ટમ થી વિદ્યાર્થીઓને બોલાવવાની ગોઠવણ કરવામાં આવી છે. દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડીશું
હવે કોરોનાના કેસો નહિવત થઈ ગયા છે. ત્યારે વર્ગો શરૂ થાય તે જરૂરી હતુ. તંત્ર દ્વારા જે નિર્ણય લેવાયો છે, તેનાથી અમે ઉત્સાહિત છીએ અને ગુરુવાર થી વર્ગો શરૂ કરીશું. હાલ સરકારની સૂચના મુજબ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે વર્ગો શરૂ કરવાના છીએ. - પ્રશાંતભાઇ, આચાર્ય, બાસુદીવાલા હાઇસ્કુલ

સ​​​​​​​રકારે ઉતાવળ કરી
15 જુલાઈથી ધો.10-12 રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. તેની સાથે જ સરકારે રેગ્યુલર ક્લાસ પણ શરૂ કરવા સૂચના આપી દીધી. આ થોડો ઉતાવળો નિર્ણય છે. ધો.12 ના વર્ગો શરૂ કરવા જ હતા, તો રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ જાય ત્યા સુધી રાહ જોવાની જરૂર હતી.

વિદ્યાર્થીઓને પહેલા વેક્સિન આપી હોત તો સારું હતું
સરકાર દ્વારા અભ્યાસ શરૂ કરાવાયો તે સારી બાબત છે. ઘણા સમયથી અભ્યાસ બંધ હતો. પરંતુ સરકાર દ્વારા મોટા વિધાર્થીઓને વેક્સિન આપી, ત્યારબાદ અભ્યાસ શરૂ કરાવ્યો હોત તો કોરોનાનો ડર ના રહેતો. હાલ તો વાલીઓ પાસે સંમતિ પત્રક ભરાવીને મરજીયાત હાજરી સાથે વર્ગો શરૂ કરવામાં આવનાર છે. - નયનભાઇ, આચાર્ય, સંતરામ હાઇસ્કુલ

અન્ય સમાચારો પણ છે...