તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:SRP યુવકનો ગુડઝ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત, રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • લાંબા સમયથી તેઓ તણાવમાં હતા

નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક માલગાડી નીચે પડતું મૂકીને યુવકે કરેલા આપઘાત સંદર્ભે હાલમાં રેલ્વે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત રેલ્વે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નડિયાદની પટેલ બેકરી પાસેથી પસાર થઇ રહેલી માલ ગાડી નીચે દલપતસિંહ શંકરસિંહ સોઢાપરમાર (ઉ.વ.35) (રહે.નવા ગામ ખેતરમાં) પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જેની જાણ નડિયાદ રેલ્વે પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર જઇ મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

તપાસમાં મૃતક એસ.આર.પી.માં ફરજ બજાવતા દલપતસિંહ શંકરસિંહ સોઢાપરમાર (ઉ.વ.35) (રહે.નવા ગામ ખેતરમાં) હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક તપાસમાં દલપતસિંહ છેલ્લા લાંબા સમયથી ચિંતામાં હતા અને ઘરની જવાબદારીનું વહન કરવામાં મુશ્કેલી પડતાં તેઓ મૂંઝાઇ ગયા હતા અને અંતે તેઓએ કંટાળીને આપઘાત કરી લીધો હતો. હાલમાં આ મામલાની વધુ તપાસ રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો