તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નડિયાદના મંજીપુરા રોડ પર જાતિવાચક શબ્દ બોલી માર્યો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને આરોપી વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધ્યો

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલી સંતરામનગર સોસાયટીમાં કેટલાંક ઈસમો અસમાજિક પ્રવૃત્તિઓ કરતાં હતા. જે બાબતે તેઓને ઠપકો આપતાં તેમણે સોસાયટીમાં રહેતા સંજયકુમાર પરમારને માર માર્યો હતો. તેમજ જાતિવાચક ગાળો બાલીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સંજયકુમારની સોસાયટીમાં રહેતા વિવેક રાવળ અને કરણ કંસારા નામના વ્યક્તિઓ અસમાજિક પ્રવૃત્તિઓ ચલાવે છે. જે અંગે તેમણે આ બંને ઈસમોને ઠપકો આપતા કહ્યું હતું કે, સોસાયટીના બોકડા પર કોઈ અસમાજિક પ્રવૃત્તિ કરશો નહીં, તેનાથી બાળકો અને અન્ય લોકો પર ખરાબ અસર પડે છે.

જેની રીસ રાખીને તેઓને રાતના સમયે એક આજણ્યા ઈસમ દ્વારા તેઓને ચબૂતરી ચોકમાં બોલાવ્યાં હતા. અને બંને ઈસમોએ ભેગા થઈને સંજયને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ તેઓ જાતિવાચક ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ દરમિયાન ઝઘડાનો અવાજ સાંભળી સંજયની પત્નિ અને સોસાયટીના લોકો ત્યાં આવી પહોંચ્યાં હતા. અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. બાદમાં આ મામલો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી હેઠળનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...