• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Newly Appointed Speaker Of Gujarat Legislative Assembly Dr. Nimaben Acharya Visited Dakor And Vadtal Temples In Kheda District.

ધાર્મિક પ્રવાસ:ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને વડતાલ મંદિરે દર્શન કરવા પહોંચ્યા

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજા રણછોડરાય અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી

ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષે આજે ખેડા જિલ્લાના યાત્રાધામની આકસ્મિક મુલાકાત લીધી છે. જેમાં અધ્યક્ષે યાત્રાધામ ડાકોર અને સુપ્રસિદ્ધ વડતાલ ધામમાં શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

તાજેતરમાં ગુજરાત સરકારમાં મોટી ઉથલ પાથલ થતાં નવી સરકાર રચાઈ હતી. જેમાં નવા મંત્રી મંડળમાં ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ પદે ડો. નિમાબેન આચાર્યની નવનિયુક્ત થઈ હતી. તેઓ એક ગાયનેક ડોક્ટર તરીકે પણ સરાહનીય સેવાઓ ભૂતકાળમાં આપી છે. રવિવારે ડો. નિમાબેન આચાર્ય અમદાવાદથી તેમના નિવાસસ્થાનેથી પરિવાર સાથે નીકળી સીધા ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે આવ્યા હતા. જ્યાં વિધાનસભાના અધ્યક્ષે રણછોડજીના આશીર્વાદ લીધા હતા. તેમના પરિવારે પણ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

આ બાદ સીધા તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે પધાર્યા હતા. જ્યાં સ્વામિનારાયણ લક્ષ્મી દેવના દર્શન કર્યા હતા. માત્રને માત્ર દર્શન કરવા આવેલા અધ્યક્ષે ભગવાન સમક્ષ માથું ટેકવ્યું હતું અને આર્શીવાદ મેળવ્યા છે. આમ વિધાનસભાના અધ્યક્ષે આજે ખેડા જિલ્લાની ધાર્મિક યાત્રાએ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી છે. આ બાદ તેઓ આણંદ અનુપમ મિશન ખાતે રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...