વાવેતર:ખેડા જિલ્લામાં નવેમ્બર મધ્ય સુધી 25 હજાર હેક્ટરમાં વાવણી

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચરોતર પંથકમાં શિયાળુ પાકની રોપણીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. - Divya Bhaskar
ચરોતર પંથકમાં શિયાળુ પાકની રોપણીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
  • 3 વર્ષના સરેરાશ રવિ વાવેતર સામે ચાલુ વર્ષે અત્યાર સુધી 7 ટકા વાવણી
  • અત્યાર સુધીના વાવેતરમાં ઘઉં કરતા તમાકુની વાવણી વધુ

ખેડા જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણ માફક આવતા જિલ્લાના ભૂમિપૂત્રોએ રવિપાકની વાવણી શરૂ કરી દીધી છે. રોકડીયા પાક તરીકે તમાકુનું તો લોકોના ઘરની જરૂરીયાત એવા ઘઉંની વાવણી પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જિલ્લામાં રવિ પાકની ચાલુ સિઝનમાં અત્યાર સુધી 25 હજાર હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યુ છે. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરની સરખામણીએ ચાલુ વર્ષે 7 ટકા શિયાળુ પાકનું વાવેતર થયાનું ખેતીવાડી વિભાગના ચોપડે નોંધાયુ છે.

ચોમાસાની સિઝનમાં કરાયેલા ખરીફ પાકની લણણીનું કામ પત્યા બાદ ખેડૂતોએ પોતાની જમીનો ખેડાવવાની શરૂઆત કરી દીધી હતી. એકતરફ ખેતરો ખેડવાનું પૂર્ણ થયુ, ત્યાં બીજીતરફ શિયાળાની ઠંડીની રંગત જામવાનું શરૂ થઈ ગયુ હતુ. જેથી ખેડૂતોએ સિઝનની શરૂઆત જોતા જ રવિ પાકના વાવેતર માટે મન બનાવી લીધુ હતુ. રોકડીયા પાક તરીકે અનેક ખેડૂતો તમાકુની વાવણી કરી ખરીફ પાકમાં થયેલા નુકસાનનું વળતર રળી લેવાન મૂળમાં છે. જ્યારે મોટી જમીનો ધરાવતા અને પાણીની પૂરતી વ્યવસ્થાઓ ધરાવતા ખેડૂતો ઘઉંનું વાવણી કરી રહ્યા છે.

અત્યાર સુધી ખેડા જિલ્લામાં રવિ પાક અન્વયે 3763 હેક્ટર જમીનમાં ઘઉંની, 342 હેક્ટરમાં ચણા, 1590 હેક્ટરમાં રાઈ, 5710 હેક્ટરમાં તમાકુ, 649 હેક્ટરમાં બટાકા, 4217હેક્ટરમાં શાકભાજી અને 4450 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર નોધાયુ છે. આ સાથે જ નવેમ્બરના મધ્ય સુધી 24,975 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચુક્યુ છે. જે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરનું 7 ટકા જેટલુ છે. રવિ પાકની વાવણીની શરૂઆતમાં જ સારૂ એવુ વાવેતર નોંધાયુ છે, ત્યારે હજુ તો આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી વાવેતર ચાલશે, આ દરમિયાન જિલ્લામાં વાવેતર અગાઉ કરતા વધે છે કે કેમ? તે જોવુ રહ્યુ.

તાલુકાવાર ઘઉં અને તમાકુનું વાવેતર (હેક્ટરમાં)

તાલુકોઘઉંતમાકુ
ગળતેશ્વર245526
કપડવંજ540220
કઠલાલ5658
ખેડા47670
મહેમદાવાદ7151335
મહુધા190920
માતર450363
નડિયાદ790750
ઠાસરા185850
વસો116618

છેલ્લા ત્રણ વર્ષનું તાલુકાવાર સરેરાશ વાવેતર

તાલુકો3 વર્ષનું સરેરાશ વાવેતર

ચાલુ વર્ષનું વાવેતર

ગળતેશ્વર98431252
કપડવંજ232743141
કઠલાલ20966661
ખેડા285351715
મહેમદાવાદ549436612
મહુધા311552015
માતર519062028
નડિયાદ527463969
ઠાસરા288202214
વસો245721368
અન્ય સમાચારો પણ છે...