તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમાફિયાઓમાં હડકંપ:કઠલાલમાં પિતા-પુત્રએ AMCના નિવૃત્ત કર્મીની જમીન પચાવી પાડવા કારસો રચ્યો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોધાયો

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડીલો પાર્જીતોની જમીન પર દબાણ કરી અડીંગો જમાવતા પિતા-પુત્ર સામે ફરિયાદ

રાજ્ય સરકારના જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ અનેક જગ્યાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ રહી છે. જેના કારણે ભૂમાફિયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ સીમમાં આવેલી વડીલો પાર્જીતોની જમીન પર બાજુની જમીન વાળાએ દબાણ કરી જમીન પર હક્ક જમાવતાં આ અંગેની ફરિયાદ કઠલાલ પોલીસ મથકે નોંધાઇ જવા પામી છે.

વડીલો પાર્જીતોની જમીન પર બાજુવાળાએ કબ્જો કર્યો

કઠલાલના વતની અને હાલ અમદાવાદ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા 59 વર્ષિય કનુભાઈ રમણભાઈ વાળંદ અમદાવાદ ન્યુ વટવા વિસ્તારમાં રહે છે. તેઓ છેલ્લા 30 વર્ષથી અમદાવાદ મુકામે રહે છે. કનુભાઈની વડીલો પાર્જીતોની જમીન ખેડા જિલ્લાના કઠલાલમાં આવેલી છે. અહીંયા ખાતા નં. 781 સર્વે નંબર 867 જેનુ ક્ષેત્રફળ 01-10-28 વાળી જમીન કનુભાઈના વડીલો પાર્જીતોની જમીન છે. આ જમીનની બાજુમાં કઠલાલ ખાતે રહેતા વિષ્ણુ ધુળાભાઈ ભોઈની જમીન આવેલી છે.

વર્ષ 2013માં ઉપરોક્ત કનુભાઈની જમીન પર કાચુ દબાણ કર્યું

છેલ્લા કેટલાય વર્ષોથી કનુભાઈ અમદાવાદ રહેતા તેઓ આ જમીન પર ભાડેથી ખેતી કરાવતાં હતા. બાજુની જમીન ધરાવતા વિષ્ણુ ભોઈએ આ જમીન પચાવી પાડવાની લાલચ જાગતાં તેણે વર્ષ 2013માં ઉપરોક્ત કનુભાઈની જમીન પર કાચુ દબાણ કર્યું હતું. જમીનના શેઢા પર આ દબાણ કરતાં કનુભાઈને આ વાતનું ધ્યાન આવતાં તેઓએ આ અંગે ઉપરોક્ત દબાણ કરતાં વિષ્ણુને જણાવ્યું હતું. તે સમયે વિષ્ણુ અને તેના પુત્ર દેવો એકાએક ઉશ્કેરાઈ જઈ કનુભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આવા ઝઘડા અવારનવાર થતાં હતા. જે બાદ આ જમીનનો કેસ કોર્ટ મેટર બની હતી. કોર્ટે પણ કનુભાઈના ફેવરમાં કેસ આપતાં તેમ છતાં પણ દબાણ કર્તા પિતા-પુત્ર જમીન છોડાવનું કે દબાણ દુર કરવાનું નામ લેતા નહોતા.

લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જમીન એક્ટ હેઠળ આવેલ નવા કાયદા પ્રમાણે કનુભાઈએ ચાલુ વર્ષે કલેકટરમાં અરજી કરેલ હતી. જે બાબતે તપાસ કરાતા અને આખરે કલેકટરે હુકમ કરતાં કનુભાઈએ કઠલાલ પોલીસ મથકે ઉપરોક્ત જમીન પચાવી પાડવાના હેતુથી કબજો જમાવતા વિષ્ણુ ભોઈ અને તેમનો પુત્ર દેવો ભોઈ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...