બેદરકારી:વસોમાં તાલુકા સેવાસદનમાં સમાજ કલ્યાણ કચેરીને તાળાં, તાલુકો બન્યાના 6 વર્ષ પછી પણ કચેરી શરૂ થઇ નથી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના વસોને તાલુકાનો દરજ્જો આપ્યાના 6 વર્ષ પછી પણ અહીંના લાખોના ખર્ચે બનાવાયેલાં તાલુકા સેવાસદનમાં આવેલી સમાજ કલ્યાણ નિરીક્ષક તથા આરએફઓ કચેરીને તાળાં લટકી રહ્યાં છે. વરસો પછી પણ અહીં કચેરી શરૂ કરાઇ નથી કે કોઇ અધિકારી ડોકાયા નથી. જેથી પંથકના લોકોની સમસ્યા બેવડાઇ છે.

સરકારે ખેડાપંથકના નડિયાદ, માતર અને આણંદ જિલ્લાના સોજીત્રા, પેટલાદ તાલુકાના કુલ 22 ગામનો સમાવેશ કરી 2014માં વસોને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અનેક ગામના લોકોને ઘરઆંગણે વિવિધ સરકારી કચેરીઓનો લાભ મળી રહે અને નાનામોટા કામો માટે નડિયાદ કે આણંદ સુધી લાંબા થવું પડે નહીં તે માટે તાલુકા મથક વસો ખાતે લાખો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ બે મજલાનું બિલ્ડીંગ-ભવન વસો તાલુકા સેવાસદન બનાવાયું છે. અહીં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, ન્યાયપાલિકા, માર્ગ અને મકાન વિભાગ વગેરે જુદીજુદી સરકારી કચેરીઓ શરૂ કરાઇ છે. જો કે, જાહેરજનતાની કમનસીબી એ છે કે, સેવાસદનમાં આવેલી વન વિભાગની આર.એફ.ઓ. ઓફિસ, પેટા તિજોરી કચેરી, તાલુકા સમાજ કલ્યાણ નિરીક્ષક સહિતની કચેરીના દરવાજે વરસો પછી પણ ખંભાતી તાળા લટકી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...