તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની ખેપ:પોલીસે મુવાડાની ચેકપોસ્ટ પાસેથી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોની ધરપકડ કરી, કાર સહિત આશરે કુલ રૂપિયા 8 લાખનો મુદ્દામાલ કબજે

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો - Divya Bhaskar
પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
 • પોલીસને શંકા જતા કાર ચાલક અને અન્ય એક શખ્સની અટકાયત કરી હતી
 • કારની પાછળની સીટમાંથી પોલીસને 1728 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી

સેવાલીયાના મહારાજના મુવાડાની ચેકપોસ્ટ પાસેથી પોલીસે દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી લીધી છે. પોલીસે આગળ કાર્યવાહી કરતા કારચાલક અને અન્ય એક શખ્સની અટકાયત કરી દીધી હતી. જેમાં કારની તપાસ કરતા પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 7 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે ઓરોપીઓની અટકાયત કરી
રાજ્યભરમાં દારૂબંધી હોવા છતા ઇસમો દારૂના જથ્થાની હેરાફેરી કરી રહ્યા છે. તેવામાં પોલીસે આવા ઇસમોને પકડવા માટે મુવાડાની ચેકપોસ્ટ ઉપર કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તે સમયે આ ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહેલી I20 કાર ઉપર પોલીસને શંકા જતા તેની અટકાયત કરી દીધી હતી. પોલીસને પણ આ કારમાં દારૂ છુપાવ્યાની માહિતી મળી આવી હતી. જેના આધારે તેમણે કારની તલાશી લેવાનું કાર્ય હાથ ધરી દીધું હતું.

પોલીસે 7 લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ તપાસ દરમિયાન પોલીસને કારની પાછળની સીટ ઉપરથી 180 મીલીની 1728 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત આશરે 86 હજાર રૂપિયા થાય છે. પોલીસે કારચાલક પ્રભુલાલ ડાંગી અને તેના સાથી ચંદનદાસ વૈષ્ણવને ઝડપી પાડ્યા હતા અને તેમની કાર સહિત કુલ રૂપિયા 7 લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો