તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કઠલાલના હલધરવાસ ચોકડી પાસે આવેલી બે રેડીમેડ કપડાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. તેમણે બન્ને દુકાનોના શટર તોડીને અંદર મૂકેલા માલની ચોરી કરી લીધી હતી. દુકાનની અંદર મોંઘાદાટ કિંમતના બ્રાન્ડેડ કંપનીના કપડાઓનું કલેકશન હતું, જેમાંથી તસ્કરોએ બ્રાન્ડેડ કંપનીના જીન્સ, ટી-શર્ટ, સહિત અન્ય રેડીમેડ કપડાની ચોરી કરી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ચોરી કરીને તસ્કરો નાસી ગયા
કઠલાલના હલધરવાસ ચોકડી પાસે આવેલા ક્રિસ્ટલ આર્કેડમાં રેડીમેડ કપડાની દુકાન નં. 24 અને 103માં ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઇકાલે 5 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે આશરે એક વાગ્યાની આસપાસ અજાણ્યા તસ્કરોએ બન્ને દુકાનોના શટર તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ બન્ને દુકાનોમાંથી મોંઘાદાટ કિંમતના બ્રાન્ડેડ કંપનીના જીન્સ, ટી-શર્ટ, અને અન્ય રેડીમેડ કપડાની ચોરી કરીને ત્યાંથી નાસી ગયા હતા.
કુલ રૂ 1 લાખ 60 હજારનો મુદ્દામાલ ચોરી
સવારે જ્યારે બન્ને દુકાનોના માલિકો પોતાની દુકાને પહોંચ્યા હતા ત્યારે તેમણે ચોરી થવાની જાણ થઇ હતી. આ ઘટનાને પગલે દુકાનના માલિકોએ પોલીસને જાણ કરી દીધી હતી. કઠલાલ પોલીસે મહિપાલસિંહ ડાભીની ફરિયાદના આધારે લગભગ 1 લાખ 60 હજારના મુદ્દામાલની ચોરી તેમની દુકાનમાં થઇ હોવાની ફરિયાદ નોંધી હતી. ત્યાર પછી પોલીસે આગળ તસ્કરોને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા છે.
પોલીસ તમામ ટેકનિકલ ડેટાના આધારે તપાસ આદરશે
આ બનાવમાં કઠલાલ પોલીસના તપાસ અધિકારી ડી. સી. રાઉલે જણાવ્યું કે, અત્યારે તેઓ ઘટનાસ્થળ અને તેની પાસેના રોડ પર આવેલી હોટલ, દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવી આગળ તપાસ કરી રહ્યા છે અને તેની સાથે તપાસ અર્થે અમદાવાદ તરફથી આવતા શકમંદોની તેઓ અટકાયત કરી તપાસ પણ આદરશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બનાવમાં ફરિયાદીએ એક અજાણ્યા વાહનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેથી પોલીસ આ વાતને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ રાખશે. તેની સાથે પોલીસ તમામ ટેકનિકલ ડેટાના આધારે પોતાની કાર્યવાહી આગળ કરશે જેથી આરોપીને જલ્દીથી પકડી લેવામાં આવે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.