તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:વાણીયાવાડમાં ડૉક્ટરના ઘરમાંથી એક લાખની મત્તા લઈ તસ્કરો ફરાર

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તિજોરીમાંથી રોકડ તેમજ દાગીના ઉઠાવી જતા ફરિયાદ

મહા ગુજરાત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા યુવકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા છે. નડિયાદના હાર્દ્સમા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવતા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. તેમાંય તસ્કરોએ ડૉક્ટરના ઘરને ટાર્ગેટ કરતા લોકો ભયભીત થયા છે. શહેરના વાણીયાવાડ વિસ્તારમાં આવેલી કૃષ્ણદર્શન સોસાયટીમાં કુણાલસિંહ રાઉલજી ચૈત્નય ભટ્ટના મકાનમાં ઉપરના માળ‌ે પોતાની પત્નિ સાથે રહે છે. નડિયાદ મહા ગુજરાત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હોય, 28 તારીખના રોજ તેઓ પોતાની શીફ્ટ પૂર્ણ કરી રાત્રે 2 વાગ્યે ઘરે જઈ 3 વાગ્યના અરસામાં તેઓ અને તેમની પત્નિ સુઈ ગયા હતા.

બાદમાં વહેલી સવારે તેમની પત્નિએ ઘરમાં સામાન વેર-વિખેર જોતા કુણાલસિંહને ઉઠાડીને તેની જાણ કરી હતી. જેથી કુણાલસિંહે તપાસ કરતા ઘરની તિજોરીમાં પોતાની માતાએ પત્નિને આપેલા દાગીનાની ભાળ મળી ન હતી. જેમાં સોનાની 2 ચેઈન, એક જોડ પાટલા, એક જોડ બુટ્ટી મળી 1 લાખ રૂપિયાના ઘરેણા ન મળતા તેમણે તપાસ કરતા તેમના ઘરનો ઉપરના કેબિનનો દરવાજો ખુલ્લો હતો. તેમજ તેનું હેન્ડલ લોક તૂટેલુ હતુ. જેથી અજાણ્યા ઈસમે કેબિનના દરવાજાનું હેન્ડલ લોક તોડી તિજોરીમાંથી ઉપરોક્ત ઘરેણાં લઈ જવાની જાણ થતા કુણાલસિંહ રાઉલજીએ નડિયાદ ટાઉન મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદના હાર્દ્સ વિસ્તારમાં આ ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. હજુ બે દિવસ પહેલા જ શહેરના બજાર વિસ્તાર એવા ભાવસારવાડમાં જ્વેલર્સની દુકાન બાદ કૃષ્ણદર્શન સોસાયટીમાં હાથફેરો કરતા ચોર ટોળકીઓ ફરી સક્રિય થઈ ગયા છે. પોલીસે પણ આ બંને ઘટનાઓમાં ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...