તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:ખેડામાં મંથર ગતિએ ચાલતું રસીકરણ રવિવારે મોટાભાગના કેન્દ્રો પર તાળા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસીકરણના કેન્દ્રો બદલાયા પરંતુ પબ્લિકને કોણ જાણ કરશે?

નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રસી કરણ ની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. ઘણા તાલુકાઓમાં આજે રસી કરણ શરૂ થયું નથી તો જે સેન્ટરો પર રસી કરણ શરૂ થયું ત્યાં મર્યાદીત વાયલ ને કારણે 100 થી 150 લોકોને રસી આપી કામ આટોપી લેવાયાનું જાણવા મળી રહ્યું છે.

નડિયાદ : શહેરમાં રસીકરણ કેન્દ્રો પર હોબાળો પણ થયો
નડિયાદ શહેરના રસી કરણ કેન્દ્રો પર શનિવારે ભીડ જામી હતી. કેટલીક જગ્યાઓ પર હોબાળો પણ થયો હતો. જે બાદ આજે મોટા ભાગના રસી કરણ કેન્દ્રો પર ખંભાતી તાળાં નજરે પડ્યા હતા. અર્બન સેન્ટર પર લોકો તપાસ કરવા જાય તો સોમવારે આવજો તેવા જવાબ મળતા હતા.

કઠલાલ : ડોઝ અંગેની માહિતી આરોગ્ય અધિકારી પાસે ન હતી
તાલુકામાં આજે રસી કરણ ચાલુ રહ્યું છે, પરંતુ કેટલા કેન્દ્રો પર કેટલા ડોઝ ફાળવાયા તેની માહિતી ખુદ તાલુકા આરોગ્ય અધિકારી પાસે જ ન હતી. કઠલાલ તાલુકાના કેન્દ્રો ઉપર પૂરતા ડોઝ આવતા ન હોવાથી લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવું પડે છે જેને લઇને નારાજગી જોવા મળે છે.

ખેડા : વેક્સિનના 25 ડોેઝ આવતા પરત ફરવાનો વખત
સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલ રસી કરણ કેન્દ્ર પર બપોર સુધી માત્ર 25 લોકોને જ રસી આપવામાં આવી હતી. જે સૂચવે છેકે રસી કરણ કેટલું ધીમું છે. ખેડામાં 25 ડોઝ આવે છે તેની સામે રસી મુકાવનારા ત્રણ ગણા લોકો આવતા હોવાથી સ્થાનિક કર્મચારીઓ સાથે બોલાચાલીના બનાવો બનતા હોય છે.

વસો : ઓનલાઇન પ્લાનિંગ તૈયાર થયું જ નથી
અહીંના એક આરોગ્ય કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે જિલ્લામાંથી ઓનલાઇન પ્લાનિંગ તૈયાર થયું જ નથી. જેના કારણે આજે તાલુકામાં સરી કરણ થયું નથી. જિલ્લા કક્ષાએથી રસીનો જથ્થો ઓછો આવતા કેટલાક કેન્દ્રો ઉપર ફાળવવામાં આવતો નથી, જેથી મુશ્કેલી સર્જાતી હોય છે.

ઠાસરા : 100 લોકો સામે 10 જ વાયલ આવતા મુશકેલી
​​​​​​​તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત જુદા જુદા આરોગ્ય કેન્દ્રો પર 10-10 વાયલ મોકલવામાં આવ્યા હતા. તેવી જ રીતે યાત્રાધામ ડાકોરમાં પણ રસીના માત્ર 10 વાઇલ આવ્યા હતા. જેમાંથી 100 લોકોને રસી આપવામાં આવી છે, જે સુચવે છેકે રસી કરણ કેટલું ધીમું થઇ રહ્યું છે.

માતર : બપોર પછી રસીકરણ કેન્દ્રો બંધ થઈ જતા ધરમધક્કા
​​​​​​​ખેડાના માતર તાલુકામાં વેક્સિન કેન્દ્રો ઉપર છેલ્લા એક સપ્તાહથી રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં આવતા નથી. જેના કારણે બપોર પછી રસીકરણ કેન્દ્રો બંધ થઇ જતા હોય છે. જેથી પરા વિસ્તારમાંથી વેક્સિન મુકાવવા આવતા લોકોને પરત ફરવાનો વખત આવે છે. જેને લઇને રોષ જોવા મળી રહ્યો છે.

કપડવંજ : તાલુકામાં માત્ર 15 ટકા જ રસાકરણનું કામ થયું
કપડવંજ શહેરમાં લાયન્સ ક્લબ અને માહેશ્વરી સમાજની વાડીમાં રસીકરણ ચાલું કરવામાં આવ્યું હતુ. લાયન્સ ક્લબમાં 250 જ્યારે માહેશ્વરી સમાજની વાડીમાં 100થી વધુ લોકોને રસી અપાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતુ. તેમ છતાં હજુ પણ માત્ર 15 ટકા જેટલું રસીકરણ તાલુકામાં થયું છે.

મહેમદાવાદ : છેલ્લા સપ્તાહથી વેક્સિનના ડોઝ અપૂરતા
મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પીએચસી કેન્દ્રો ઉપર છેલ્લા એક સપ્તાહથી વેક્સિનના ડોઝ ઓછા ફાળવવામાં આવે છે. હાલમાં સંક્રમણ વધી રહ્યું છે તેથી લોકો વેક્સિન મુકાવવા મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ ડોઝ ન હોવાથી લોકોને પરત જવાનો વખત આવે છે.

રસીના પુરતાં ડોઝ આવ્યા છે, ભીડ એકત્ર ન થાય તે માટે કેન્દ્રો બદલ્યા છેઃ સીડીએચઓ
​​​​​​​એક તરફ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં રવિવારે મર્યાદિત માત્રામાં રસી પહોચી છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી સુથાર આરોગ્ય વિભાગ પાસે 7 હજાર રસીના ડોઝ આવ્યા હોવાનું જણાવી રહ્યા છે. જો આટલી મોટી માત્રામાં રસી આવી હોય તો પછી કેમ મોટાભાગના સેન્ટરો પર માત્ર 10-10 વાલ્વ રસીના મોકલવામાં આવ્યા છે? તેનો જવાબ તેઓ આવી શક્યા ન હતા.

શનિવારે રીસ કરણ કેન્દ્રો પર ભીડ એકત્ર થવાના બનાવ બન્યા બાદ કેન્દ્રો બદલ્યા હોવાનું અને ખુલ્લી જગ્યા પર ખસેડ્યા હોવાનું તેઓ એ જણાવ્યું હતું. સોમવારથી નડિયાદ શહેરમાં વૉર્ડ દીઠ 2 કે તેથી વધુ સેન્ટરો શરૂ કરવાનું આયોજન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...