તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નડીયાદમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અન્નપ્રાશન મંગળ દિવસની વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 માસ પૂર્ણ થયેલા હોય તેવા લાભાર્થી બાળકના માતા તથા વાલી સાથે વીડિયો કોલીંગ મારફતે કાઉન્સીલીંગ કરાયું

સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આઇ.સી.ડી.એસ.નડીયાદ ઘટક-1 હસ્તકના કુલ-123 આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુન-2021 માસના ત્રીજા મંગળવારના રોજ અન્નપ્રાશન દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી છે.

પરિવારના સભ્યોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું

આંગણવાડી કાર્યકર દ્વારા 6 માસ પૂર્ણ થયેલા હોય તેવા લાભાર્થી બાળકના માતા તથા વાલી સાથે વીડિયો કોલીંગ મારફતે કાઉન્સીલીંગ-સંપરામર્શ કરી બાળકના 6 માસ પૂર્ણ થયેલા બાળકની પોષણલક્ષી જરૂરીયાતો પૂર્ણ કરવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે ઉપરી આહારની શરૂઆત કરવામાં આવેલી છે. જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થી બાળક માટે ઉપરી આહારની જરૂરીયાત, તેનું મહત્વ, ઉપરી આહારની બનાવટમાં વિવિધતા, બાલશકિત ટી.એચ.આર.માંથી ઉપરી આહાર તૈયાર કરવાની જાણકારી, બાળકને આહાર આપવા માટેનો સમય અને પ્રમાણ, સ્વચ્છતા, ઉપરી આહારની જાગૃતતા અંગેના ચાવીરૂપ સંદેશા માતા તેમજ પરિવારના સભ્યોને આપી જરૂરી સમજ, માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...