તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી એકપણ કોરોનાનો કેસ નહી, માત્ર ત્રણ જ કેસ એક્ટિવ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે સમગ્ર જિલ્લામાં 1038 લોકોના સેમ્પલ લેવાયા

રાજ્યભરમાં કોરોના મહામારી કાબૂમાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ કોરોના નહિવત જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે જિલ્લામાં માત્ર ત્રણ જ કેસ એક્ટિવ છે. જ્યારે અત્યાર સુધીનો પોઝિટિવ કેસનો આંક 10 હજાર 413 પર રહ્યો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 1038 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 1 લાખ 33 હજાર 426 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 1 લાખ 21 હજાર 975 લોકોના નેગેટિવ અને 10413 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 1038 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

આજે 70 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 7 હજાર 222 લોકોએ રસી મુકાવી છે. જ્યારે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી 8 લાખ 25 હજાર 547 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...