તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા મેઘ વૃષ્ટિયજ્ઞનું આયોજન કરાયું

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ સંતરામ મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ યોજવામા આવ્યો

ઓગસ્ટ માસ પુરો થવાના આરે છે તેમ છતાં પણ વરસાદના કોઈ જ એંધાણ નથી. સમગ્ર રાજ્યમાં વરસાદ નહી વરસતાં ધરતીપુત્રો સહિત લોકો ચિંતિત બન્યા છે. નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસે તે હેતુથી નડિયાદમાં ભૂદેવોએ વૃષ્ટિયજ્ઞ કરી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી છે.

સમગ્ર રાજ્યમાં વરસાદના વિલંબથી સૌ કોઈ ચિંતિત છે. જેમાં ખાસ કરીને ધરતીપુત્રોને પડતા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા સહિત મોટી આફતો અને દુષ્કાળના એંધાણનું સંકટ તોડાઈ રહ્યું છે. વરસાદ ખેંચાતા હવે માત્ર ભાદરવા પર જ આશા ટકી રહી છે. ત્યારે વરૂણ દેવને રીઝવવા હવે માત્ર પ્રાર્થના એક જ ઉપાય રહ્યો છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સ્થિત સંતરામ મંદિર ખાતે નડિયાદના બ્રાહ્મણો દ્વારા રવિવારે એક મેઘ વૃષ્ટિયજ્ઞનું આયોજન કરાયું છે. નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસે તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી આહૂતિ આપી વરુણ દેવને રીઝવવા પ્રાર્થના કરી છે. પ્રાતઃ સ્મરણીય પૂ. રામદાસજી મહારાજની આજ્ઞા સાથે આજે સવારથી સાંજ સુધી આ યજ્ઞ યોજાશે. અને સાંજે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ યજ્ઞમાં મુખ્ય યજમાન પદે અશ્વિન વ્યાસ અને તેમના પરિવારે લાભ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, હરીશ શાસ્ત્રી, મનીષ શાસ્ત્રી, પવનભાઈ સહિતના ભૂદેવ લોકોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આહૂતિ આપી મેઘરાજાને રીઝવવા પ્રયાસ કર્યા છે. આ વર્ષે વરસાદની ઘટ થી તમામ વેપાર-ધંધાને મોટો ફટકો પડે તેવી ભીતિ ઉભી થઇ છે. વહેલી તકે મેઘરાજા વરસે તેવી પ્રાર્થના કરવા માનવજુથ એક થયું છે.

અન્ય સમાચારો પણ છે...