તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:રેમડેસિવિર ઈન્જેક્શનના કેસના આરોપીઓના તરફેણમાં કોઈ વકીલે કેસ લડવો જોઇએ નહી: નડિયાદના એડવોકેટ મહેશ મહેતા

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાળા બજારીઓને સજા અપાવવા નડિયાદના વકીલે અપીલ કરી
 • કૌભાંડમાં સંડોવાયેલા આરોપીને કડકથી કડક સજા થાય તે માટે ન્યાયપાલિકા કડક છે

નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેવામાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજાર તથા ડુપ્લીકેટ ઈન્જેક્શનના કૌભાંડો એક પછી એક સામે આવી રહ્યા છે. આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે નડિયાદના સિનિયર એડવોકેટે આરોપીઓના તરફેણમાં કોઈ વકીલે કેસ લડવો નહી તેવી અપીલ કરી છે.

સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના સુપર સ્પ્રેડર બન્યો છે. સંક્રમણ વધતા કાળાબજારીઓ બેફામ બન્યા છે. તાજેતરમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું કૌભાંડ બહાર આવ્યું છે. આણંદ સહિત નડિયાદમાં મોટા ભાગના લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે. જો ન્યાયિક તપાસ થાય તો મોટા ડોક્ટરો અને ખ્યાતનામ હોસ્પિટલોના પણ નામ સામે આવે તેમ છે. પૈસાની લાલસામાં માણસ આંધળો બની ગયો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે.

કોરોના કાળમાં નકલી ઈન્જેક્શનો બનાવીને હજારોના ભાવે દર્દીઓની જીંદગી બચાવવાના ખોટા આશય હેઠળ મનુષ્યવધનો ગુનો કરનાર આરોપીઓને ટૂંકાગાળામાં જ ગુજરાતના જુદા જુદા પોલીસ અધિકારીઓએ ઝડપી લીધા છે. સમાજના હિતમાં આવા ગુનેગારોને ન્યાયપાલિકા કડક સજા કરવા ઈચ્છે છે. માટે વકીલ પક્ષકારોએ આરોપીઓના તરફેણમાં કેસ લડવો નહીં તેવી અપીલ નડિયાદના સિનિયર એડવોકેટ મહેશ મહેતાએ કરી છે. સમાજનું સુકાન પૈસાને મહત્વ આપ્યા સિવાય સ્વિકારવું જોઈએ તેમ સમગ્ર વકીલ સમાજને આહવાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો