તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad's Name Shines Globally In The World Of Magic, Two Magicians Came First And Second By Participating In The International Magic Club

રાજ્યનું ગૌરવ:નડિયાદનું નામ જાદુગરની દુનિયામાં વિશ્વ કક્ષાએ ઝળહળ્યું, બે જાદુગર ઇન્ટરનેશનલ મેજીક ક્લબમાં ભાગ લઈ પહેલા અને બીજા સ્થાને આવ્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદના જાદુગર જીગર રાવલ અને શાન રાવલ - Divya Bhaskar
નડિયાદના જાદુગર જીગર રાવલ અને શાન રાવલ
  • બન્ને જાદુગરોએ વિયેતનામ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઈ વિશ્વ કક્ષાએ નામ રોશન કર્યું

નડિયાદ આમ તો સાક્ષરનગરી તરીકે ઓળખાય છે. પણ હવે આ સાક્ષરનગરી સાથે સાથે જાદુઈ નગરી તરીકે ઓળખાય તેવું કામ નડિયાદના બે જાદુગરોએ કર્યુ છે. જેમાંથી એકતો બાળ જાદુગર છે. આ બન્ને જાદુગરોએ વિયેતનામ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ મેજીક ક્લબમાં ભાગ લઈ વિશ્વ કક્ષાએ નડિયાદનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત બન્ને જાદુગરોએ પહેલા અને બીજા સ્થાને બાજી મારી લેતાં જાદુઈ દુનિયામાં નડિયાદનો ડંકો વાગ્યો છે.

પ્રમાણપત્ર
પ્રમાણપત્ર

પ્રખ્યાત જાદુગર કોંગ લી દ્વારા આ સ્પર્ધા યોજાઈ

નડિયાદ દેસાઈ વગા વિસ્તારમાં રહેતા જીગર રાવલ અને શાન રાવલ જાદુના કરતબ કરે છે. જે પૈકી શાન તો હજુ ચઢતો સુરજ છે એટલે કે બાળ જાદુગર છે. પરંતુ આ બાળ જાદુગરે નડિયાદ સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં મે માસમાં વિયેતનામ ખાતે ઇન્ટરનેશનલ મેજિક ક્લબ, ક્લબ મેજિક જે10 દ્વારા મેજિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિયેતનામના પ્રખ્યાત જાદુગર કોંગ લી દ્વારા આ સ્પર્ધા યોજાઈ હતી.

પ્રમાણપત્ર
પ્રમાણપત્ર

100થી વધુ જાદુગરોએ ભાગ લીધો હતો

જેમાં ખેડા જિલ્લાના નડિયાદના જાદુગર જીગર રાવલ અને બાળ જાદુગર શાન રાવલે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારત, બાંગ્લાદેશ, સ્પેન, વિયેતનામ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, શ્રીલંકા,તાઇવાન, રોમાનિયા, ઇટાલી, નેપાલના 100થી વધુ જાદુગરોએ ભાગ લીધો હતો. તેમાંથી સિનિયર વિભાગમાંથી નડિયાદના જીગર રાવલે બીજા સ્થાને અને જુનિયર વિભાગમાંથી શાન રાવલ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ આ સ્પર્ધામાં ભાગ લઈ નડિયાદના બન્ને જાદુગરોએ નડિયાદ સહિત સમગ્ર જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...