તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સેવાલિયા પોલીસે દારૂ સાથે બે શખ્સને ઝડપ્યા, કોરોના રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાશે

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાલીયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા કન્ટેઇનરના ચાલકને ઝડપી પાડ્યો હતો. જેનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સેવાલીયા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન કન્ટેઇનરમાં હરિયાણાથી રાજકોટ તરફ લઇ જવામાં આવી રહેલા રૂ.39.36 લાખની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટેઇનર ચાલક સત્તારામ ધર્મારામ જાટ (રહે.બાડમેર) ને ઝડપી પાડ્યો હતો. સેવાલીયા પોલીસે કન્ટેઇનર, દારૂ, મોબાઇલ અને રોકડ મળી પોલીસે કુલ રૂ.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. કોવિડ-19 ના નિયમાનુસાર પોલીસે સત્તારામનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. રિપોર્ટ જો નેગેટીવ આવશે તો તેને કોર્ટમાં રજૂ કરી, તેના રિમાન્ડ મેળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો