તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ખેડા જિલ્લામાં બે દર્દીને રજા અપાતા સાત એક્ટિવ, નવો એકપણ કેસ નહીં

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના સંક્રમણ છેલ્લા કેટલાય સમયથી ધીમું પડતાં ખેડાવાસીઓમાં રાહત
  • જિલ્લામાં 979 કોરોના સેમ્પલ લેવાયા છે, જેના રીપોર્ટ હજી પેન્ડીંગ છે

ખેડા જિલ્લામાં જુલાઈ માસમાં ત્રીજીવાર કોરોનાનો એક પણ કેસ નોંધાયા નથી. જુલાઈના 6 દિવસમાં માત્ર 3 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. એટલે દર 48 કલાકે કોરોનાનું એક દર્દી સામે આવે છે. જિલ્લામાં અત્યાર સુધી 10,409 કુલ કેસ નોંધાયા છે. જે આજે વધુ 2 દર્દીને ડિસચાર્જ કરાતા રજા અપાયેલા દર્દીનો કુલ આંક 10,354 સુધી પહોંચી ગયો છે. જિલ્લામાં માત્ર નડિયાદ સિવિલ અને એક ખાનગી હોસ્પિટલમાં 4 દર્દી અને હોમ આઈસોલેશનમાં 3 એમ કુલ મળી 7 દર્દી સારવાર હેઠળ છે. જિલ્લામાં આજે વધુ 979 કોરોના સેમ્પલ લેવાયા છે, જેના રીપોર્ટ પેન્ડીંગ છે.

ખેડા જિલ્લામાં આજે 70 સેશનમાં વેક્સીનેશન યોજાયુ હતુ. જેમાં કુલ 6299ને વેક્સીન અપાઈ છે. વેક્સીનેશન શરૂ થયા બાદ અત્યાર સુધી 60+ના કુલ 2,37,684, 45થી 60ના 3,10,445, 18+ના 2,60,612નું વેક્સીનેશન કરાયુ છે. કુલ 7,99,741ને રસીનો પ્રથમ અને બીજો ડોઝ અપાયો છે. તેમાં 6,12,807ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1,86,934ને રસીનો બીજો ડોઝ અપાયો છે. કુલ રસીકરણ પૈકી 4,31,570 પુરુષોને જ્યારે 3,68,083 મહિલાઓને રસી અપાઈ છે. તેમજ 1,92,926 કોવેક્સિન અને 6,06,815 કોવીશીલ્ડ ડોઝનો વપરાશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...