કોર્ટની કાર્યવાહી:ચકચારી લવ જેહાદ કેસમાં સાત આરોપીની જામીન નામંજૂર, મહિલા, પુરુષોની જુદી-જુદી અરજી કરાઇ

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં 7 દિવસ અગાઉ પ્રકાશમાં આવેલ લવ જેહાદ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકી સાત આરોપીઓએ જામીન પર છુટવા નડિયાદ કોર્ટમાં અરજી કરી હતી. જેને નામદાર કોર્ટે નામંજુર કરી છે. આરોપી પક્ષે 3 પૂરૂષ અને 4 મહિલા આરોપીઓની અલગ અલગ જામીન અરજી કરાઇ હતી.

લવ જેહાદ જેવી ગંભીર ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે આરોપી 1. જાબીરખાન મુર્તુઝાખાન પઠાણ, 2.ફૈઝલખાન જાબીરખાન પઠાણ 3. નદીમમીયા રફીમીયા મલેક 4.શહેનાઝબાનુ જાબીરખાન પઠામ 5.સુરૈયાબાનુ ઇરફાનખાન પઠાણ 6.ફરીદાબાનુ રફીકમીયા મલેક અને 7. ફરહીનભાનુ સાલીકહુસેન મલેકની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતા.

જેલમાંથી બહાર આવવા આરોપીઓએ નડિયાદ સ્પેશ્યલ જજ અને બીજા એડીશનલ સેસન્સ જજની અદાલતમાં જામીન અરજી કરી હતી. જેમાં અરજદારના વકીલ તરફે એમ.કે.શાહ દ્વારા દલીલો રજુ કરાઇ હતી. જેના વિરુદ્ધમાં સરકારી વકીલ ઉમેશ ઢગટ અને ભોગ બનનારના વકીલ કેતન પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ દલીલો કોર્ટે સાંભળી હતી.

કોર્ટે સમગ્ર કેસ નાજુક તબક્કામાં હોવાનું ધ્યાન પર લીધુ હતુ. તેમજ જો આરોપીઓને જામીન મળે તો સાહેદોને ધાક ધમકી અને પ્રલોભન આપી ફોડી નાખી કેસને નુકશાન કરે તેવી સંભાવનાને પગલે તમામ આરોપીઓના જામીન નામંજુર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...