તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરી શિક્ષણ:ઓનલાઈન શિક્ષણથી બાળકો વંચિત ન રહે તે માટે સેવા યજ્ઞ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈલેક્ટ્રીક ઉપકરણોથી વંચિત બાળકોને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા અપાઈ રહ્યુ છે. - Divya Bhaskar
ઈલેક્ટ્રીક ઉપકરણોથી વંચિત બાળકોને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા અપાઈ રહ્યુ છે.
  • ખેડા જિલ્લામાં ઉપકરણોથી વંચિત 4.5% વિદ્યાર્થીઓને 7 હજાર કરતા વધુ શિક્ષકો પહોંચાડી રહ્યા છે

જિલ્લામાં પ્રાથમિક શાળાના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, કોરોના કાળમાં જ્યાં સરકારે ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂક્યો છે, ત્યાં અનેક ગામો અને અનેક વિસ્તારોના વંચિત અને ગરીબ પરીવારના બાળકો પાસે મોબાઈલ, કમ્પ્યુટર, ટેલિવિઝન અને ઈન્ટરનેટ સહિતના ઉપકરણોનો અભાવ છે. આવા સમયે પ્રશાસને શેરી શિક્ષણની ઝુંબેશ હાથ ધરી આ વંચિત અને ગરીબ પરીવારના બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાની પહેલ હાથ ધરી છે.

7 જૂન, 2021ના રોજ શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં શિક્ષકોની 100 ટકા હાજરી, પરંતુ બાળકોને શાળાએ બોલાવવાના ન હતા. છતાંયે શૈક્ષણિક કાર્ય ચાલુ રહે તે માટે શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરાઈ હતી. ખેડા જિલ્લામાં 4.56 ટકા વિદ્યાર્થીઓ એવા છે, ત્યારે આવા બાળકોને શિક્ષણ પહોંચાડવા માટે જિલ્લાના 7 હજાર કરતા વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો ગામે-ગામ જઈ શેરી, મહોલ્લા અને ફળિયામાં પહોંચી શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બાળકોને ઓનલાઈન શિક્ષણ અને નવીન પ્રવાહથી અવગત પણ કરાવવામાં આવે છે.

60% વિદ્યાર્થીઓ દૂરદર્શનના માધ્યમથી ભણે છે
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરી રહ્યા છે, તેની છણાવટ કરતા 60.9 ટકા વિદ્યાર્થીઓ ટેલિવિઝનમાં દૂરદર્શનના માધ્યમથી, ડી.ટુ.એચ. ફ્રી ડીશમાં 20.81 ટકા, રેડિયોના માધ્યમથી 3.02 ટકા, નોર્મલ મોબાઈલથી 20.72 ટકા, સ્માર્ટફોનના માધ્યમાંથી 62.63 ટકા અને કમ્પ્યુટર/લેપટોપના માધ્યમથી 3.66 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે 4.56 ટકા પાસે ઉપરોક્ત એક પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ ન હોવાથી તેમના સુધી શિક્ષકો જાતે પહોંચીને શેરી શિક્ષણ આપી રહ્યા છે.

વિદ્યાર્થીઓના હિતાર્થે સરકારે G Shala એપ લોન્ચ કરી
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે G Shala એપ્લીકેશન લોન્ચ કરી છે. આ એપ્લીકેશનના માધ્યમથી વિદ્યાર્થી પોતાના આધારકાર્ડના નંબરથી લોગીન થઈ શકે છે. તેમજ એપ્લીકેશનમાં પોતાના વર્ગના અભ્યાસક્રમ ઓડીયો-વીડિયોના માધ્યમથી ભણી શકે છે. જેનો હાલ મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. તેમજ આ એપ્લીકેશનનો લાભ લેવા માટે પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને અપીલ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...