આયોજન:નડિયાદમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 18 ઓક્ટોબરનાં રોજ 'મેગા લિગલ સર્વિસીસ કેમ્પ' યોજાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની વિવિધ સેવાઓની કામગીરી પણ કરવામાં આવશે

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય દ્વારા જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત નડિયાદ ખાતે મેગા લિગલ સર્વિસીસ કેમ્પ યોજાનાર છે. જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરાઈ છે.

મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એલ એસ. પીરઝાદાની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ખેડા-નડિયાદના સેક્રેટરી અને સિવિલ જજ આર એલ. ત્રિવેદી દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી છેક છેવાડાના નાગરિકો સુધી પહોચે તે હેતુસર સમગ્ર ખેડા જિલ્લામાં જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે મુજબના કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આગામી 18 ઓક્ટોબરને સોમવારના રોજ સવારે 9:30 થી સાંજે 4 દરમ્યાન નડિયાદના સંતરામ મંદિરની બાજુમાં આવેલ છાંગેશ્વર મહેદેવ મંદિરના બાજ ખેડાવાળ હોલમાં ભવ્ય મેગા લિગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ન્યાયખાતા દ્વારા ઉપલબ્ધ મફત અને સક્ષમ કાનૂની સેવા-સહાય વિશેની તમામ યોજનાઓ તથા સરકારની વિવિધ સેવાઓ જેવી કે કોરોના વેક્સીનેશન, આધાર કાર્ડ નોંધણી સુધારા-વધારા, માં કાર્ડ માં વાત્સલ્ય કાર્ડનું આયુષ્માન કાર્ડમાં તાબદીલીકરણ, આવકનું પ્રમાણપત્ર, ઓ.બી.સી. પ્રમાણપત્ર, સિનિયર સીટીઝન પ્રમાણપત્ર વિગેરેની કામગીરી કેમ્પ સ્થળ પર જ કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા ખાતું સહિત સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓની કામગીરી કરવામાં આવશે. આ સાથે 20 ઓક્ટોબરે બુધવારના રોજ ઉપરોક્ત સ્થળે મેગા લિગલ સર્વિસીસ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ન્યાય ખાતું-વિભાગ દ્વારા કાર્યરત વિવિધ કાનૂની સેવા સહાયને લગતી યોજનાઓની સરળ રીતે માહિતી અને સમજ નાગરિકોને મળી રહે તે હેતુસર ભવ્ય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...