• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Free Oxygen Service Available In Vaso And Surrounding Rural Areas Of Kheda District, Humanitarian Work Of Visamo Public Charitable Trust

લોકસેવા:ખેડા જિલ્લાના વસો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નિઃશુલ્ક પણે ઓક્સિજન સેવા ઉપલબ્ધ, વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની માનવતાભરી કામગીરી

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સંસ્થા દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન નિ:શુલ્ક સેવાભાવે જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવે છે
  • સંસ્થાના ટ્રસ્ટી રાકેશ પંચાલે એક મશીનનું દાન આપીને આ સ્વૈચ્છિક સેવાની શરૂઆત કરી

કોરોનાના મહાસંકટ વચ્ચે ખેડા જિલ્લામાં એક પછી એક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી કામ કરી રહી છે. નડિયાદ બાદ હવે વસો અને આસપાસના વિસ્તારોમાં ઓક્સિજન સેવા નિઃશુલ્ક આપવા વધુ એક સંસ્થાએ કામગીરી આરંભી દીધી છે. તાલુકા મથક વસોમાં કોરોના કાળમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઈ રહી છે. જેમાં વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી વિવિધ સેવામાંની એક સેવા લોકો માટે આશીર્વાદ સમાન સાબિત બની છે.

વસોના યુવાન રાકેશ પંચાલ, જે પોતે બિલ્ડીંગ મટીરીયલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના સ્વર્ગસ્થ પિતા મનુભાઈ પંચાલના નામે વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી તેમણે પોતાના પિતાની યાદમાં 'વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ'ની વસો મુકામે સ્થાપના કરી છે. જેમાં વિવિધ સેવા જેવી કે જરૂરિયાત મંદોને ટીફીન સેવા, પક્ષીઓને ચણ સેવા, સગર્ભા મહિલાને કીટ સેવા, સિનિયર સિટીઝનોને મુશ્કેલી સહિતની સેવા યજ્ઞ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં કોરોના મહામારી ભરખી ગઈ છે ત્યારે હાલ ઓક્સિજનની અછત સર્જાઈ છે તેવી સ્થિતિ વચ્ચે આ સંસ્થા દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન નિ:શુલ્ક સેવાભાવે વસો તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવી રહ્યાં છે.

સંસ્થા પાસે ત્રણ જેટલાં મશીન દાન આવેલા છે

આ મશીન બજારમાં 45 હજારથી લઈને એક લાખ સુધીમાં આવતું હોય છે. પરંતુ સંસ્થા દ્રારા ઊંચી કિંમતનું 65 હજારની કિંમત ધરાવતું મશીન આપવામાં આવી રહ્યું છે. સંસ્થાના ટ્રસ્ટી રાકેશ પંચાલ જણાવે છે કે, મહારાષ્ટ્રમાં જે વખતે ઓક્સિજનની અછત વર્તાઈ તે વખતે જ વિચાર આવ્યો કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તાર માટે આ પ્રકારની સેવા શરૂ થવી જોઈએ અને તે વસો તાલુકાથી આ સેવા શરૂ કરવી જોઈએ. તેથી તેમણે પોતે એક મશીનનું દાન આપીને આ સ્વૈચ્છિક સેવાની શરૂઆત કરી છે. આજે સંસ્થા પાસે ત્રણ જેટલાં મશીન દાન આવેલા છે. જે જરૂરીયાત મુજબ વસો તાલુકના વિવિધ ગામોમાં સેવા માટે આપવામાં આવી રહ્યાં છે. આ પ્રકારના કુલ 10 મશીનોની જરૂરીયાત હોવાનું સંસ્થાના ટ્રસ્ટીનું કહેવું છે. કોરોનાકાળમાં એક માણસાઈ જ માણસનો જીવ બચાવી શકે તેવી પરિસ્થિતિ છે. ત્યારે માણસે આગળ આવીને માણસની મદદ કરવી જ પડશે.

અન્ય સમાચારો પણ છે...