તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં બળાત્કાર, છેડતી જેવા ગંભીર ગુનાઓનો વ્યાપ વધ્યા છે. આ ગુનાઓમાં મોટેભાગે સગીરાઓ વધુ ફસાતી હોય છે. આ ગુનાઓને ડામવા માટે ન્યાય તંત્રએ કમરકસી છે. છેલ્લા એક વર્ષમાં થયેલા આવા ગંભીર ગુનાઓનો નિકાલ કરવા પ્રયાસ કરાયો છે. આજે નડિયાદ પોકસો કોર્ટે ત્રણ જુદા જુદા ચુકાદાઓ આપ્યા છે. જેમાં દુષ્કર્મના કેસમાં એકને 10 વર્ષની કેદ અને આબરૂનો પ્રયાસ કરનાર બે કેસમાં બે-બે વર્ષની સજા સંભળાવી છે.
આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પરીચિત કેળવી દુષ્કર્મ આચર્યું
રાજકોટ જિલ્લાના કોટડા તાલુકાના પીપળાતા ગામે રહેતા મેહુલ ઉર્ફે કિરણ બાબુ ડેડાણીયા વિરુદ્ધ વર્ષ 2020માં ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મેહુલ ઉર્ફે કિરણે એક 15 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરીચિત કેળવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મેહુલ ઉર્ફે કિરણે સગીરાને લલચાવી ફોસલાવી તારીખ બીજી ફેબ્રુઆરી 2020ના રોજ ભગાડી ગયો હતો. આ બાદ તે જે જગ્યા પર નોકરી કરતો ત્યાં આ સગીરાને રાખી તેની મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ અંગેની ફરિયાદ કપડવંજ ટાઉન પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે આરોપી મેહુલ ઉર્ફે કિરણને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીને 10 વર્ષની કેદની સજા
આજે આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી ગયો છે. ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળી સરકારી વકીલ રાહુલ બ્રહ્મભટ્ટની દલીલોને ગ્રાહ્ય રાખી છે. આરોપી મેહુલ ઉર્ફે કિરણ ડેડાણીયાને આઈપીસી 376ના ગુનામાં 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. સાથે સાથે દંડનો હુકમ પણ કર્યો છે. આ ઉપરાંત આરોપીએ ભોગબનનારને બે લાખ રૂપિયા ચૂકવી આપવા હુકમ કર્યો છે.
માતા સાથે મંદિરેથી દર્શન કરી પરત ફરતી સગીરાની આબરૂ લૂંટવાનો પ્રયાસ
અન્ય એક ચૂકાદાની વાત કરીએ તો, મહુધા તાલુકાના ચુણેલ ગામે રહેતા યોગેશ વિનુ સોલંકી વિરુદ્ધ વર્ષ 2020માં મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઓક્ટોબર 2020ની 24મી તારીખે યોગેશે એક 16 વર્ષની સગીરાને સમોસા ખવડાવવાની લાલચ આપી તેનો હાથ પકડી આબરૂ લૂંટવાની કોશિષ કરી હતી. માતા સાથે આશાપુરા મંદિરેથી દર્શન કરી પરત ફરતી સગીરાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં યોગેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીને 2 વર્ષની સખ્ત કેદની સજા
આજે આ કેસની સુનાવણી નડિયાદ કોર્ટમાં હાથ ધરાઈ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ એમ.વી દવેની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી યોગેશ સોલંકીને આઈપીસી 354 (એ) (1)ના ગુનામાં 2 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂપિયા 2 હજારનો દંડ, સાથે સાથે પોકસો એક્ટની કલમ હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે.
બીજા આરોપીને પણ 2 વર્ષની સખ્ત કેદની સજા
ત્રીજા ચૂકાદો પણ આજ કોર્ટ દ્વારા અપાયો છે. જેની વિગતો મુજબ ડાકોર મૂકામે રહેતા જયદીપ ઉર્ફે ભયલું ગોપાલ પરમારે ગત તા 11-1-2020ના રોજ એક 16 વર્ષની સગીરાની છેડતી કરી આબરૂ લેવાની કોશિષ કરી હતી. જે બાબતની ફરિયાદ ડાકોર પોલીસ મથકે નોંધાઇ હતી. આથી પોલીસે જયદીપ ઉર્ફે ભયલુંને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આજે આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ન્યાયાધીશે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ઈપીકો કલમ 354 (ઘ) (1) (1) ના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા સાથે સાથે રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો છે. તો પોકસોની કલમ હેઠળ પણ સજા અને દંડ ફટકારાયો છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.