તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:કપડવંજમાં ભત્રીજાએ સંબંધ બાંધવા માગણી કરી ઝગડો કરતા કાકીનો આપઘાત, ભત્રીજાને સાત વર્ષની સજા ફટકારતી નડિયાદ કોર્ટ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભત્રીજાથી કંટાળી કાકીએ સળગી જઈ આત્મહત્યા કરી હતી

ખેડા જિલ્લાના કપડવંજમાં ત્રણ વર્ષ પહેલાં બનેલા બનાવમાં આરોપીને સજા થઈ છે. આ કેસની વિગતો મુજબ કાકી પાસે ભત્રીજાએ શરીર સંબંધની માંગણી કરતા કાકીએ ઈનકાર કરતાં બંને વચ્ચે થયેલા ઝઘડાના વિવાદથી કાકીએ જિંદગી ટૂંકાવી દીધી હતી.આ કેસ આજે નડિયાદ કોર્ટમાં ચાલી જતાં આરોપી ભત્રીજાને કાકીને મરવા મજબૂર કરવાના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

આણંદમાં રહેતા મહંમદહનીફ કાસમભાઇ શેખની પુત્રી મદીનાના લગ્ન કપડવંજમાં ઘાંચીવાડ નજીક આવેલ ડબગર વાસમાં રહેતા સલીમભાઈ ભટીયાર શેખ સાથે થયા હતા. લગ્ન કરી કપડવંજ સાસરે આવેલી મદીનાનું શરૂઆતનું લગ્નજીવન સુખમય હતું. તેણીને સારા દિવસો આવતાં મદીનાને ત્રણ સંતાન થયા હતા જોકે મદીનાનો ભત્રીજો એઝાજ અનવર ભઠિયાર તેઓની સાથે હેરાન પરેશાન કરતો હતો. એઝાજ બળજબરીથી પતિ - પત્ની જેવા સંબંધ રાખતો હતો અને મદિનાબેન ઈન્કાર કરે તો તેમને મારમારતો હતો.

વર્ષ 2018માં એઝાજ મદિનાબેન પાસે આવેલો અને સંબંધ બાંધવાનો જણાવતા મદિનાએ ના પાડેલી તો એઝાજ મદીનાબેનને મારમારવા લાગ્યો હતો , જેથી મદિનાબેન એ કંટાળી જઇ કેરોસિન છાંટીને જાતે માચિસથી આગ પોતાના શરીર ઉપર લગાવી દીધી હતી. મદીના ભડભડ સળગી હતી તેણીએ બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મદીનાને કપડવંજની હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે કપડવંજ હોસ્પિટલમાં મદીનાને દાખલ કરી તે વખતે પરિવારના દબાણમાં આવી જઈ મદીનાએ સ્ટવમાં ભડકો થતા દાજી ગઈ હોવાનું જણાવ્યું હતું જોકે આ વાત મદીનાના પિતાને ગળે ઊતરી નહોતી.

મદીનાને વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા તે વખતે મદીનાના પિતાએ મદીનાને આ બનાવ બાબતે પૂછતાં મદીનાએ આખી હકીકત જણાવી દીધી હતી. ત્યારબાદ ટૂંકી સારવાર બાદ મદીનાનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે કપડવંજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે એઝાઝ અનવર શેખ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપીની ધરપકડ બાદ નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી

શનિવારે આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી ગયો છે. ન્યાયાધીશ ડી.આર ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળી હતી. સરકારી વકીલ મિનેશ આર પટેલે 15 જેટલા મૌખિક પુરાવા અને 25થી વધુ દસ્તાવેજ પુરાવા રજૂ કર્યાં હતા. જેમાં તથ્ય બહાર આવ્યું હતું. સેસન્સ જજ એ આરોપી એઝાજ અનવરભાઇ સિદ્દિકભાઇ ભઠિયાર (રહે . કપડવંજ)ને આ ગુનામાં કસૂરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...