તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદના મોંઘરોલીના યુવકે સગીરાને ભગાડી દુષ્કર્મ આચરવાના કેસમાં ભોગ બનનારને આજે ન્યાય મળ્યો છે. નડિયાદ પોકસો કોર્ટમાં આજે આ કેસ ચાલી જતાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે સાથે જુદી જુદી કલમોમાં કુલ રૂપિયા 45 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
નડિયાદ તાલુકાના મોંઘરોલી તાબેના રામપુરામાં રહેતો લાલસિંહ વિક્રમ પરમાર વિરુદ્ધ વર્ષ 2020માં ચકલાસી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી લાલસિંહ ગત 31મી ઓગસ્ટ 2020ના રોજ નજીકમાં રહેતી એક 16 વર્ષની કિશોરીને ભગાડી ગયો હતો. આ પહેલાં તેણે આ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મોરબી લઈ જઈ તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધના સંબંધ બાંધેલા હતા. જે બાબતની ફરિયાદ ચકલાસી પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે આરોપીની ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આજે આ કેસ નડિયાદની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. ન્યાયાધીશ ડી.આર. ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ પી.આર. તિવારીએ કુલ 16 જેટલા દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જે કોર્ટે તપાસ્યા અને તેમાં સત્યતા મળતાં આરોપી લાલસિંહ પરમારને આ ગુનામાં તકસીરવાન ઠેરવી ઈપીકો કલમ 363, 366ના ગુનામાં 5-5 વર્ષની સજા અને આઈપીસી 376(2) (એન) અને પોકસોના ગુનામાં 10 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે સાથે અલગ અલગ કલમોમાં કુલ રૂપિયા 45 હજારનો દંડ અને ભોગ બનનારને વળતર પેટે રૂપિયા બે લાખ ચૂકવી આપવા હુકમ કર્યો છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.