તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:બે વર્ષ પહેલાં નાણાંની ઉઘરાણીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકના મોત મામલે નડિયાદ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2019માં બનેલી ઘટનાનો આજે ચૂકાદો આવ્યો
 • નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા સાથે પાંચ હજાર 500નો દંડ ફટકાર્યો

નડિયાદમાં વર્ષ 2019માં નાણાંની ઉઘરાણી બાબતના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવકને ધક્કો વાગતા મૃત્યુ થયું હતું. જે સંદર્ભનો કેસ આજે નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલ્યો છે. કોર્ટે આ કેસમાં એક આરોપીને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

મુળ રાજસ્થાનનો અને હાલ નડિયાદ મીલ રોડ પર ટેકનીકલ હાઈસ્કૂલ પાસે રહેતો રચન જેસાજી પુરોહિત વિરુદ્ધ બે વર્ષ અગાઉ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગત તા. 16-5-2019ના રોજ શહેરના ડબ્બાવાસમાં રહેતો શખ્સ રચન પાસે નાણાંની ઉઘરાણી કરતાં તેની સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા ભારત નટગોસાઈને રચને ધક્કો માર્યો હતો. તેથી તે જમીન પર પટકાતા મૃત્યુ થયું હતું. આ સંદર્ભની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ હતી. જે બાદ પોલીસે આરોપી રચન પુરોહિતની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુરુવારે આ કેસની સુનાવણી નડિયાદ સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષોના વકીલોની દલીલ સાંભળી હતી. સરકારી વકીલ મિનેષ પટેલે 11 મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતાં ન્યાયાધીશે આ કેસમાં આરોપી રચન પુરોહિતને તકસીરવાન ઠેરવી ઈપીકો કલમ 304(2) ના ગુનામાં પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ સાથે ઈપીકો કલમ 323ના ગુનામાં 06 માસની કેદ અને 500 રૂપિયા દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો