તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડતાલ મંદિરે દર્શન કર્યા બાદ ખેડા જવા માટે 25 મી ઓક્ટોબર 2018 ના રોજ એક મહિલા નરસંડા ચોકડીએ વાહનની રાહ જોઇને ઉભી હતી. આ સમયે કિરીટ ઉર્ફે ધુમ હસમુખભાઇ બારોટ (રહે.બાલવા, કલોલ, ગાંધીનગર) ચોરીની ગાડી લઇને આવ્યો હતો અને મહિલાને ખેડા સુધી લિફ્ટ આપવાનું કહીને બેસાડ્યા હતા. અંધારૂ થતાંજ કિરીટે ગાડી સામરખા સીમ વિસ્તારમાં ઉભી રાખી હતી. ગાડીમાંથી મહિલાને ઉતારી, ખેતરમાં લઇ જઇને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો અને લૂંટ ચલાવીને ભાગી ગયો હતો.
આ મામલે મહિલાએ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસના અંતે પોલીસે કિરીટ બારોટને ઝડપી પાડ્યો હતો. મંગળવારે આ કેસ ખેડા જિલ્લાના એડિ. સેસન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધિશે કિરીટ બારોટને ઇપીકો કલમ 394 ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ઇપીકો કલમ 376 (2)(એમ) ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા, ઇપીકો કલમ 365 ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 5 માસની કેદ, ઇપીકો કલમ 506 (2) ના ગુનામાં 2 વર્ષની સખત કેદની સજા અને રૂ.2 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની કેદ તેમજ ઇપીકો કલમ 504 ના ગુનામાં 2 વર્ષની સખત કેદની સજા અને રૂ.2 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત મહિલાને રૂ. 1 લાખ વળતર પેટે ચુકવી આપવાનો પણ આદેશ કર્યો હતો.
આ બાદ અંધારાનો લાભ સુમસામ જગ્યાએ ગાડી ઉભી રાખી હવસખોર ગાડી ચાલકે આ મહિલાને સીટ સાથે સાડીથી બાંધી દીધી હતી. અને આ પછી આણંદના સામરખા ગામની સીમમાં લઈ જઈ મહિલાને મારમારી તેણીની ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો. હવસખોર શખ્સ આટલે થી નહીં અટકતા મહિલા પહેરેલ કડીઓ તેમજ પર્સ અને મોબાઇલની લૂંટ ચલાવી બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જે તે સમયે ચકલસી પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. તો પોલીસ તપાસમાં ગુનામાં વપરાયેલી ગાડી પણ ચોરીની હોવાનું ખુલ્યું હતું.
આજે આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જવા પામ્યો હતો. ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે બન્ને પક્ષોના વકીલોની દલીલ સાંભળી આરોપી કિરીટભાઈ ઉર્ફે ધુમ હસમુખભાઈ બારોટને આઈપીસી 394, 376, 365, 506(2) અને 504ના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે સાથે દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે. ઉપરાંત આ કેસમાં ભોગ બનનાર મહિલાને એક લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.