તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખેડાના રઢુગામમાં ખેતરમાંથી જુગારધામ ઝડપાયું, ત્રણ શખ્સો પકડાયા જ્યારે ત્રણ ફરાર

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 1 લાખ 12 હજાર 500ના મુદ્દામાલ જપ્ત કર્યો

ખેડાના રઢુ ગામમાં ખેતરમાં ચાલતાં જુગારધામ પર સ્થાનિક પોલીસે છાપો મારી ત્રણ જુગારીઓને ઝડપી લીધા છે. જ્યારે ત્રણ ફરાર થઈ ગયા છે. પોલીસે કુલ રૂપિયા 1 લાખ 12 હજાર 500ના મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ખેતરમાં છેલ્લા કેટલાય સમયથી જુગારધામ ચાલી રહ્યુ હતું

ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં ભટુડી તલાવડી નજીક આવેલ એક ખેતરમાં છેલ્લા કેટલાય સમયથી જુગારધામ ચાલી રહ્યુ હતું. ગતરોજ રાત્રે બાતમીના આધારે ખેડા પોલીસે ઉપરોક્ત જગ્યાએ છાપો માર્યો હતો. જ્યાંથી જુગાર રમતા કાન્તિ પરમાર (રહે. રસીકપુરા), ગુલામરસુલ ઘાંચી (રહે. ધોળકા) અને મોહસીન પાનારા (રહે. ધોળકા)ને રંગેહાથે ઝડપી લીધા હતા. જ્યારે લકધીરસિંહ સિસોદીયા, વિષ્ણુ ભોઈ અને સંજય ભરવાડ (તમામ રહે. રઢુ) ફરાર થઈ ગયા છે. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલા ત્રણેય ઈસમો પાસેથી રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન અને ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1 લાખ 12 હજાર 500ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ બનાવ સંદર્ભે જુગારધારા હેઠળનો ગુનો નોંધી ફરાર થયેલા આરોપીઓને શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...