તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:નજીવી બાબતે બોલાચાલી ઉગ્ર બનતાં ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે મારામારીના ત્રણ બનાવો

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઠાસરા, ખેડા, નડિયાદમાં બનેલા આ બનાવો સંદર્ભે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
 • પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લામાં આજે બીજા દિવસે મારામારીના ત્રણ જુદા જુદા બનાવો બન્યા છે. ઠાસરા, ખેડા અને નડિયાદમાં બનેલ આ બનાવો સંદર્ભે હદ ધરાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઠાસરાના વણોતીમાં પ્રેમ સંબંધને લઈ ઝઘડો, ખેડામાં દારૂ પીવાની વાત કરતાં ઝઘડો થતાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે નડિયાદમાં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મારામારી થઇ છે.

ઠાસરા તાલુકાના શામરીયા ગામે રહેતા જાલમ પરમારના દિકરાને વણોતીમાં રહેતા ભાવિન પરમારની દિકરી સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતને લઈને ઝઘડો થયેલ હતો જેનું સમાધાન કરવા ગતરોજ જાલમ પરમાર ગયા હતા. આ સમયે ભાવિને ઉશ્કેરાઈ જણાવ્યુ કે, તમે મારા ઘર આગળ કેમ આવ્યા છો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જાલમે અપશબ્દો બોલવાની ના પાડતા ભાવિન અને તેના સંબંધીઓ લાકડી લઈ આવી જાલમને મારમાર્યો છે. આ અંગે જાલમ પરમારે ડાકોર પોલીસ મથકે ભાવિન પરમાર, ગીરીશ પરમાર, જયેશ પરમાર અને પર્વત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક મારામારીનો બનાવ ખેડામાં બન્યો છે. જેમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. ખેડા શહેરના મહંમદી નગરી વિસ્તારમાં રહેતા ઈનાયતઅલી શેખ ગત 31મી માર્ચના રોજ ખેડા ચોકડી નજીક અલકક્ષા કોમ્પલેક્ષની આગળ પોતાની રીક્ષા ઉભી રાખી હતી. આ સમયે તેમની રીક્ષા પાસે ખેડાના સિકંદર મીર આવીને દારૂની વાત કરતાં ઈનાયતઅલી અને સિકંદર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સિકંદરે પાવડો લઈ આવી ઈનાયતઅલી ઉપર હુમલો કર્યો હતો. આથી આ અંગે ઈનાયતઅલીએ ખેડા ટાઉન પોલીસ મથકે સિકંદર મીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષની ફરિયાદમાં ઈનાયતઅલીએ લાકડાનો દંડો લઈ આવી સિંકદર ઉપર હુમલો કર્યો હતો. આથી આ અંગે સિંકદરે ખેડા ટાઉન પોલીસ મથકે ઈનાયતઅલી અને ચોથીયો બારોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજો બનાવ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. શહેરના ભોજાતલાવડી પાસે આવેલ શાહીન સોસાયટીમાં રહેતા અમજદખાન પઠાણે ગતરોજ પોતાના ઘર આગળ કાર પાર્ક કરી હતી. જે બાબતની આ સોસાયટીમાં રહેતા જૈતુનબીબી શેખે રીસ રાખી હતી. જેના કારણે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ચાર લોકોએ એક સંપ થઈ આવી અમજદખાન અને તેમના પરિવારના સભ્યો સાથે મારમારી કરી છે. આથી આ અંગે અમજદખાને નડિયાદ ટાઉન પોલીસ મથકે જૈતુનબીબી શેખ, શાહીનબાનુ શેખ, શમીમબાનુ શેખ અને બાબુ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો