તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા વાસીઓ લાપરવાહી દાખવતા કોરોના બેખોફ બન્યો છે. સંક્રમણ વધતા હવે પોલીસ પણ સક્રિય બની છે. જિલ્લામાં પોલીસ કડક બની આકરા પગલા લઈ લાપરવાહી દાખવતા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. જિલ્લામાં આજે બીજા દિવસે ત્રણ જુદા જુદા પોલીસ મથકોએ કોવિડના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ડાકોરમાં કટલરની દુકાનના માલિક, કઠલાલમાં આમલેટ લારી વાળા તો નડિયાદમાં ફુટવેર દુકાનના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઠાસરામાં માસ્ક વગર ફરતાં એક ઈસમ સામે દંડાત્મક પગલાં લેવાની ફરજ પડી છે.
ડાકોર પોલીસે ગતરોજ મંદિર જવાના માર્ગ પર આવેલ શ્રીજી બેંગ્લસ નામની કટલરીના દુકાન માલિક મહેશ નટવર ડબગર (રહે. ડાકોર) વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. આ દુકાન માલિકે પોતાની દુકાનમાં આવતા જતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવતાં અને દુકાનમાં સેનેટાઇઝની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહોવાથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
કઠલાલમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ આમલેટ લારી પર ગતરાત્રે સાતથી આઠ વ્યક્તિઓનું ટોળું ભેગું થયું હતું. જેની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસે આ આમલેટ લારીના માલિક આકાશ રમેશ પરમાર વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.
નડિયાદમાં એક ફુટવેરના દુકાનદાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. શહેરના ડભાણ ભાગોળ ખાતે આવેલ પ્લાઝા ફુટવેર નામની દુકાનમાં ગત સમી સાંજે ટાઉન પોલીસ ત્રાટકી હતી. જે સમયે આ દુકાનમાં ઘણાં બધા વ્યક્તિઓ હતા, સોશ્યલ ડિસ્ટન્સ નહીં જળવાતા પોલીસે આ દુકાનના માલિક આમીર ઇસ્માઇલ પાથા (રહે. નડિયાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ઠાસરામાં વાડદ ચોકડી પાસેથી માસ્ક વગર ફરતાં એક ઈસમ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઠાસરાના ભાથીજી વાળા ફળિયામાં રહેતા મહેન્દ્ર નટવરસિંહ ડાભી ગત રોજ સાંજના સુમારે વાડદ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેઓએ માસ્ક ન પહેર્યું હોવાથી ત્યાં ઉભેલ ઠાસરા પોલીસને માણસોએ મહેન્દ્રને અટકાવી દંડ વસુલી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.