જીવલેણ અકસ્માત:નડિયાદના નરસંડા પાસે મોટરસાયકલે સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે મોત

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદના નરસંડા નજીક બે દ્રિચક્રી વાહનો અથડાતાં એક વાહન ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના મહુડીયાપુરા ગામે રહેતા રમેશભાઈ રવજીભાઈ પરમાર ગઇકાલે પોતાનું બજાજ ચેતક સ્કૂટર નંબર (GJ 07 AH 1718) ચલાવીને નડિયાદ નજીકના નરસંડા રોડ ઉપર આવેલ મુજપુરા પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે મોટરસાયકલ નંબર (GJ 07 BM 2922)એ ઉપરોક્ત વ્યક્તિને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ઉપરોક્ત સ્કૂટર ચાલક રમેશભાઇ પરમાર રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર પ્રકાશે ચકલાસી પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદના આધારે અકસ્માત સંદર્ભે નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...