લોકડાઉન:1લીથીનડિયાદ ડિવિઝન દ્ધારા શિડ્યુલ વધારાશે, વહેલી સવારથી રાત સુધી બસો દોડાવાશે

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન પાંચમાં તા. 1લી જૂનથી સરકારે વધુ છૂટછાટ આપતા હવે એસ.ટી.ના શિડ્યુલની સુવિધામાં વધારો થવાની આશા છે. નડિયાદ એસ.ટી. ડિવિઝન દ્ધારા પણ સવારથી રાત સુધીનું આયોજન કરી શિડ્યુલ વધારવા અપ-ડાઉનની સુવિધાના  આયોજનની વિચારણા કરાઇ છે.  આગામી એક-બે દિવસમાં સરકારની ગાઇડલાઇન મુજબ નડિયાદ ડિવિઝન દ્ધારા આયોજન ગોઠવી તેની સત્તાવાર જાહેરાત કરાશે.   હાલ જિલ્લા અને તાલુકા મથકો પર બસો દોડાવાય છે. જેમાં હવે નડિયાદ તથા ખંભાતથી વડોદરા, નડિયાદ-આણંદ તથા બોરસદ સહિત અન્ય શિડ્યુલમાં વધારો કરાશે. તા. 1લી જૂનથી અનલોક સિસ્ટમમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કફર્યૂ છે, તેમજ બીજી કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી છે. જેને ધ્યાને લઇ નડિયાદ ડિવિઝન દ્ધારા વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી શિડ્યુલ વધારી અપ-ડાઉનની સુવિધા ઊભી કરવાનું  આયોજન હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે. નવા શિડ્યુલમાં હાલ અમદાવાદ અને ગાંધીનગર બસો નહીં દોડાવાય.

અન્ય સમાચારો પણ છે...