તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નડિયાદના સંતરામ મંદિર દ્વારા કોવિડના દર્દી માટે નિઃશુલ્ક સિટી સ્કેન સુવિધાનો આજથી પ્રારંભ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં દર્દીઓ ટેસ્ટ માટે ઉમટી પડ્યા

ખેડા જિલ્લાના નડિયાદમાં "જય મહારાજ" ની પવિત્ર ભૂમિ ઉપર આજથી એટલે કે અખાત્રીજથી દોઢ માસ સુધી કોવિડના દર્દીઓને સિટી સ્કેન નિઃશુલ્ક કરી અપાશે સાથે સાથે આયુર્વેદિક સારવાર પણ વિનામૂલ્યે આપવાની શરૂઆત શ્રી સંતરામ મંદિરે કરી છે. આજથી શરૂ થયેલી આ સેવાનો લાભ નગરજનો અને જિલ્લા વાસીઓએ લીધો છે.

નડિયાદ સ્થિત સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ રેડીયોલોજી એન્ડ ઈમેજીંગ સેન્ટરમાં દોઢ માસ સુધી કોવિડના દર્દીઓને સિટી સ્કેન વિનામૂલ્યે કરી અપાશે જે જાહેરાત બાદ આજે પ્રથમ દિવસે જ લોકો ગેટ પાસે લાઈન લગાવી દીધી હતી. સાથે સાથે કોરોનાની આયુર્વેદિક સારવાર પણ વિનામૂલ્યે અપાઈ રહી છે. આ બન્ને સેવાઓ આજથી જ શરૂ થતાં ગરીબ, મધ્યમવર્ગના લોકોને આર્શીવાદ રૂપ ફળી છે. બહાર ખાનગી લેબોમાં લૂંટ ચલાવી પૈસા ખંખેરતા સામે મંદિરે માનવતાભરી કામગીરી કરી છે અને સાચા અર્થમાં લોકોના હમદર્દ બન્યા છે. આ પ્રશંસનીય કાર્યને પણ લોકોએ બીરદાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...