કાર્યવાહી:પડી ગયેલું ઝાડ કાપવાની ના કહેતા વાત વણસતા મારમાર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે 3 વિરૂદ્ધ ગુનો નોંધ્યો

નડિયાદ તાલુકાના કણજરી કર્ણા તલાવડી પાસે રહેતા રસિકભાઇ પરમાર શુક્રવારના રોજ તેમના કાકા સીતારામ,તેમનો દિકરો શાંતીલાલ,જશોદાબેન સુકુ ઝાડ કાપતા હતા.જેથી રસિકભાઇએ ઝાડ કાપતા રોકતા ત્રણેય વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા હતા.વળી શાંતીલાલ હાથમાં લોખંડની ટોમી જેવું લઇ રસિકભાઈને માથામાં માર્યુ હતુ.જ્યારે તેમની માતા ચંપાબેન અને નાના ભાઇની પત્ની સેજલબેન છોડાવવા વચ્ચે પડતા તેમને પણ મારમાર્યો હતો.એટલાથી ન અટકતા કહેલ કે આજે તો બચી ગયા છો,ફરીથી અમારૂ નામ લેશો તો જાનથી મારી નાખીશું.

આ બનાવ અંગે રસિકભાઇ રામસિંગભાઈ પરમારે ચકલાસી પોલીસ મથકે શાંતીલાલ સીતારામ પરમાર, સીતારામ હરમાનભાઇ પરમાર અને જશોદાબેન સીતારામ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...