તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વડતાલ સ્વામિનારાયણ મંદિરે આજે સર્વમંગલ યજ્ઞ

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર્યક્રમ સવારે 9 થી 10 કલાક દરમ્યાન યોજાશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ખેડા જિલ્લા સમાહર્તા તથા જિલ્લા વિકાસ અધિકારી તથા જનતાના સ્વાસ્થ્ય માટે વડતાલ સ્વા.મંદિરમાં શુક્રવારે સર્વમંગલ યજ્ઞ યોજાશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ખેડા કલેક્ટર આઇ.કે.પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી દિલીપભાઇ ગઢવી તથા જનતાના સ્વાસ્થ્ય અર્થે વડતાલ સ્વા.મંદિરમાં શુક્રવારે સવારે 9 થી 10 કલાક દરમ્યાન વડતાલના અગ્રણી સંતો, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ,માજી પ્રમુખ મહેશભાઇ પટેલ, તથા ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહી સર્વમંગલ યજ્ઞમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા જિલ્લાના અધિકારીઓ માટે યજ્ઞમાં આહુતી હોમશે અને વડતાલમાં બિરાજતા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ પ્રાર્થના કરશે. આ પ્રસંગે સંતો આર્શિવચન પાઠવશે. તેમ વડતાલ મંદિરના આસી.કોઠારી ડો.સંતવલ્લભસ્વામીએ એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો