તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:માંઘરોલીમાં અઢી વર્ષ બાદ ચંદનના વૃક્ષની ચોરી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નડિયાદમાં ચંદનચોર ટોળકી સક્રિય

નડિયાદના મોંધરોલી મુકામે ચંદન ચોર ગેંગ ફરી સુરેશભાઈ પટેલના ખેતરમાંથી ચંદનનું ઝાડ કાપી ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે. મોંઘરોલીમાં સુરેશભાઈ પટેલના ખેતરમાં બીજીવાર લાખો રૂપિયાના ચંદનના વૃક્ષની ચોરી થઈ છે. અગાઉ વર્ષ 2019માં ચંદનનું ઝાડ લઈ ચોરો ફરાર થઈ ગયા હતા. જે બાબતે સુરેશભાઈએ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ અત્યાર સુધી આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જેના પરિણામે ફરીથી તેમના ખેતરમાંથી ચંદર ચોર ટોળકી લાખો રૂપિયાની કિંમતનું ચંદનના ઝાડનું થડ કાપીને ફરાર થઈ ગયા છે. આ મુદ્દે સુરેશભાઈએ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...