તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સલુણનો શખ્સ વડોદરા જેલમાંથી ફરાર થઈ ગયો, ભરણપોષણના કેસમાં સજા થઇ હતી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર થઇ જતાં આ મામલે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેદી ઉમરેઠના ભરણપોષણના કેસમાં સજા કાપી રહ્યો હતો.

વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી નંબર 85651 સુરેશ ભીખાભાઇ ઠાકોર (રહે.સલુણ) ને વચગાળાના જામીન રજા પર છોડવામાં આવ્યા હતા. તેઓએ તા. 31 મી ડિસેમ્બર 2020 ના રોજ પુન: જેલમાં હાજર થવાનું હતું. જોકે, સુરેશ હાજર ન થઇ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે સી.જે.ગોહીલની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે કેદી ફરાર થયા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરેશ ભીખાભાઇ ઠાકોરને ભરણપોષણના કેસમાં રૂ.55 હજારની રકમ ન ભરવા બદ્દલ 1275 દિવસની સજા કોર્ટે ફરમાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો