એક મતની કિંમત:ગળતેશ્વરના મીઠાના મુવાડા સરપંચ એક મતથી તો વળી મહુધાના શેરીના સરપંચ માત્ર બે મતથી વિજયી બન્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વાગ્યા સુધીમાં 417 પૈકી 210 ગ્રામ પંચાયતોના પરીણામો જાહેર

રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામમાં એક મતની કિંમત કેટલી મહત્વની બની જાય છે તે આજે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું છે. ગળતેશ્વરના મીઠાના મુવાડા ગ્રામ પંચાયતમાં માત્ર એક મતથી સરપંચના ઉમેદવાર વિજયી બન્યો છે. 1થી 10 મતથી વિજય બનનારની સંખ્યા પણ આજના પરિણામ જોતા ઘણી જોવા મળી હતી. તે જોતા એક મતની કિંમત કેટલી મહત્વની બની જાય છે તે જોઈ શકાય છે.

ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડાના સરપંચ સોનલબેન રાઠોડ માત્ર એક મતથી વિજય બન્યા છે. જયારે મહુધા તાલુકાના શેરી ગામના સરપંચ દક્ષાબેન ચૌહાણ માત્ર બે મતથી વિજયી બન્યા છે. તો વળી નડિયાદ તાલુકાના સિલોડના કનુભાઈ પૂનમભાઈ ચૌહાણ 6 મતથી વિજય બન્યા છે. જ્યારે માતર તાલુકાના વસઈના સરપંચ જયંતીભાઈ રાઠોડ માત્ર સાત મતથી વિજયી બન્યા છે. તેમજ કપડવંજ તાલુકાના ધોળી વાવના સરપંચ અલકાબેન 10 મતથી વિજયી બન્યા છે. ઠાસરા તાલુકાના જલાનગરમાં કૌશિક લક્ષમણસિહ પરમાર સરપંચ તારીકે-1-વોટે જીત-424-વોટ મેળવ્યા હતા. જયારે સામાવાળાને 423 વોટ મેળવતા 5 વખત રી કાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું. આમ માત્ર નજીવા મતથી વિજય બનનારની સંખ્યા પણ જિલ્લામાં ઘણી જોવા મળી રહી છે.

જીત હાંસલ કરેલા ઉમેદવારોએ વાજતે ગાજતે પોતાના ગામમાં જઈ વિજય સરઘસ કાઢ્યું છે. ઢોલ નગારા તેમજ ડીજેના સુરો વચ્ચે ગામમાં ફરીને જીતેલા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો છે. 5 વાગ્યા સુધીમાં સમગ્ર જિલ્લામાં 417 પૈકી 210 ગ્રામ પંચાયતોના પરીણામ આવી ચૂક્યા છે 207 ગ્રામ પંચાયતોની ગણતરી બાકી છે. 5 વાગ્યા સુધી આવેલા પરીણામ પર એક નજર કરીએ તો

નડિયાદ
નડિયાદ તાલુકાના કુલ 48 ગામમાં 23 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 25 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

માતર
માતર તાલુકાના કુલ 32 ગામમાં 21 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 11 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

ખેડા
ખેડા તાલુકાના કુલ 27 ગામમાં 16 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 11 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

મહેમદાવાદ
મહેમદાવાદ તાલુકાના કુલ 59 ગામમાં 21 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 38 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

મહુધા
મહુધા તાલુકાના કુલ 36 ગામમાં 21 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 15 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

કઠલાલ
કઠલાલ તાલુકાના કુલ 46 ગામમાં 10 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 36 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

કપડવંજ
કપડવંજ તાલુકાના કુલ 93 ગામમાં 45 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 48 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

ઠાસરા
ઠાસરા તાલુકાના કુલ 44 ગામમાં 15 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 29 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકાના કુલ 18 ગામમાં 15 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 3 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

વસો
વસો તાલુકાના કુલ 14 ગામમાં 13 ગ્રામ પંચાયતોના પરીણામો આવી ચૂક્યા છે. હજુ બીજા 1 ગ્રામ પંચાયતોની પરીણામો આવવાના બાકી છે.

ઉલ્લેખનીય છે કે, સવારે 9 વાગ્યે ચાલુ થયેલી મતગણતરીની પ્રક્રિયામાં સાંજે 5 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાંથી 417 પૈકી 210 ગામોના પરીણામો આવ્યા છે. તો હજુ 10 તાલુકાના 207 ગ્રામ પંચાયતોના પરીણામો આવવાના બાકી છે તે જોતાં આ ગણતરી વધુ આઠ કલાક લે તો નવાઈ નહી જેથી આ કાઉન્ટીંગ મોડી રાત સુધી ચાલુ રહે તેવી પુરેપુરી સંભવના છે.

અન્ય સમાચારો પણ છે...