તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:નડિયાદ બાળક વેચાણ રેકેટનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો, અમદાવાદની મહિલાએ પોતાની કુખ ભાડે આપી બે લાખ લીધા હોવાની કબૂલાત

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસના રિમાન્ડ આવતીકાલે પુરા થશે પણ પોલીસને મહત્વની કડી કોઈ હાથે લાગી નથી

ખેડા જિલ્લાના નડિયાદમાં ચકચાર મચાવનાર બાળક વેચાણ પ્રકરણ મામલામાં અમદાવાદની મહિલાનું બાળક વેચાણ થયું હોવાનું બહાર આવ્યું છે. જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતાં આ અમદાવાદની મહિલા સુધી પોલીસ પહોંચી ગઈ છે. જેમાં આ મહિલા સેરોગેસી તરીખે પોતાની કુખ ભાડે આપી હોવાનું જણાવ્યું હતું અને બદલામાં રૂપિયા 2 લાખ મળ્યા હોવાની કબૂલાત કરી છે. સેરોગેસીના નામે ગરીબ મહિલાની કુખ ભાડે લઈ બાળકો વેચાણ કરતાં હોવાનું આ કેસમાં ખુલાસો થયો છે. જે તપાસ ઉપર જઈ ચઢે છે.

પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપીઓના નિવેદનમાં તેમને છઠ્ઠા બાળકનું પણ વેચાણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એક મહિલાની ડીલીવરી કરાવીને તેના બાળકનું બેગ્લોરમાં વેચાણ કર્યુ હોવાની વિગતો પોલીસને મળતાં આ દિશામાં તપાસ આદરી છે. પોલીસે અમદાવાદની મહિલા સુધી પહોંચી તેની પુછપરછ કરતાં મહિલાએ સેરોગેસી બની કાયદેસરની પ્રક્રિયાથી કુખ ભાડે આપી હોવાનું તેમજ તમામ પુરાવા આપ્યા હોવાનું જાણવા મળે છે. તેણીને બે લાખ મળ્યા હતા તેવું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું છે.

આ ઝડપાયેલી ટોળકીની માસ્ટરમાઈન્ડ માયા દાબલા તેને કરેલા કાળા કામને કાયદેસર હોવાનું રટણ કરી રહી છે. જોકે અમદાવાદની મહિલાના નિવેદન પરથી તેનું કારસ્તાન ખૂબજ ગણતરી પૂર્વક હોવાનુ દેખાઈ રહ્યું છે. હાલમાં પોલીસે અન્ય આરોપી પાસેથી શક્ય એટલી તમામ માહિતી એકઠી કરી છે.

જેના આધારે પોલીસ રાજ્ય બહારની હોસ્પિટલો અને સંબંધિત જગ્યાએ પહેલા ઓનલાઈન કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. જોકે, જરૂર પડશે તો પોલીસ આ મામલાની છણાવટ કરવા માટે આરોપીઓના કહ્યાં મુજબ મુંબઈ, ગોવા, રાયપુર, બેંગ્લોર અને ચેન્નઈમાં પણ તપાસ હાથ ધરાશે તેવુ પી આઈ ગોસાઈ એ જણાવ્યું છે. વધુમાં આવતીકાલે ગુરુવારે આણંદ તપાસ માટે જઈશું અને આ કેસમાં ખુટતી કડીઓને એકત્ર કરીશું. હજુ ડી એન એનો રિપોર્ટ આવ્યો નથી જે આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરીશુ.

ઉલ્લેખનીય છે કે, આણંદની ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ગુરુવારે પોલીસ જવાનું વિચારી રહી છે. મુખ્ય આરોપી માયા દાબલા ભુતકાળમાં આણંદની એક ખાનગી સેરોગેસી સેન્ટરમાં કામ કરતી હોવાનું આ કેસમાં સામે આવ્યું હતું.

તપાસ અધિકારી અને તેમની ટીમ આવતીકાલે અહીંયા પહોંચી કેટલા પુરાવા એકત્ર કરશે તે જોવું રહ્યું. તો બીજી બાજુ આ પ્રકરણમાં સંડોવાયેલા ચારેય આરોપીઓના આવતીકાલે રીમાન્ડ પુરા થવા જઈ રહ્યા છે. તેમ છતાં પણ પોલીસને આ કેસમાં મહત્વની કડી કહી શકાય તે હાથે લાગી નથી. જોકે હવે પોલીસ આ કેસની વધુ તપાસ માટે આગળ રીમાન્ડ માંગણી કરશે કે પછી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેશે. જો આરોપીઓને જેલમાં ધકેલ્યા બાદ પણ આ કેસની પારદર્શિ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોલીસ અન્ય રાજ્યમાં પણ તપસનો દોર લંબાવશે
સમગ્ર બાળતસ્કરી કૌભાંડના તાર અનેક રાજ્યોમાં જોડાયેલા હોવાથી પાલીસ આ રાજ્યોમાં પણ તપાસ કરશે. છેલ્લે ગઈ કાલે થયેલા એક નવા ઘટસ્ફોટમાં ટોળકીએ છઠ્ઠું બાળક કર્ણાટકમાં વેચ્યું હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...