તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડાના રઢુમાંથી એક કિશોર એકાએક લાપતા બનતા ચકચાર જાગી છે. પિતા સાથેના છેલ્લા ફોનમાં લાપતા દિકરાએ જણાવ્યું હતું કે, 'ઈન્ટરવ્યુ આપીને આવુ છું' જે બાદ તેનો કોઈ અતોપતો ન લાગતાં અને ગુમ થનાર કિશોરનો ફોન સતત વ્યસ્ત બોલતાં ચિંતાતુર પિતાએ ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા તાલુકાના રઢુ ગામે મુસ્લિમ ફળીયામાં રહેતા ઈસુબમીંયા મલેકનો 17 વર્ષીય દિકરો સાહીદ એકાએક લાપતા બન્યો છે. ગત 31મી માર્ચના રોજ ઈસુબમીંયા અને તેમનો દિકરો સાહીદ તથા પરીવારના તમામ લોકો તેમના ખેતરમાં ગયા હતા. જે બાદ સાહીદ રાત્રીના 2 વાગ્યે ખેતરમાંથી શાકભાજી લઈને ધોળકા શાકમાર્કેટમાં ગયો હતો. તે તેનું રોજીંદુ કામ છે.
સવારે 9 વાગ્યે તે નિત્યક્રમ મુજબ ઘરે આવી જતો હોય છે. પરંતુ ગત રોજ તે આવ્યો નહોતો. તેથી તેના પિતા ઈસુબમીંયાએ સાહીદને ફોન કરતાં તેને જણાવ્યું હતું કે હું ખેડા મૂકામે નોકરીનું ઈન્ટરવ્યુ આપીને આવુ છું જે કામ પુરૂ થતાં બપોરના ત્રણ વાગી જશે. જોકે, તે બાદ પણ સાહીદ પોતાના ઘરે નહીં આવતા અને તેનો ફોન પણ સતત વ્યસ્ત બોલતાં ચિંતાતુર પિતાએ આ અંગે ખેડા ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Sponsored By
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.