તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ્રેમી સાથે ભાગીને આવેલી અમદાવાદની સગીરા ડાકોર ગેસ્ટ હાઉસમાંથી ઝડપાઇ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના કાળમાં પણ સરકારી નિયમોની ઐસી-તૈસી કરતા ગેસ્ટ હાઉસો

યાત્રાધામ ડેકોરમાં ચાલતા ગેસ્ટ હાઉસો સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં રૂમ લેવા આવતા ગ્રાહકોના આઇ ડી કે કોરોના રિપોર્ટ ચેક કર્યા વગર રૂમ આપી દેતા સંક્રમણ વધી રહ્યું છે. યાત્રાધામ ડાકોર માં રણછોડજી મંદિર નજીક આવેલ સંતરામ ગેસ્ટ હાઉસમાં સોમવારના રોજ અમદાવાદ પોલીસે દરોડો પાડ્યો હતો. અમદાવાદના પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ને અહીં રોકાયા હોવાની માહિતી પોલીસને મળી હતી.

જે બાતમીના આધારે દરોડો પાડતા યુવક સગીરા ને ભગાડી ને લઇ આવ્યો હોવાની ઘટના ઉજાગર થઇ હતી. જેથી પોલીસ બંને પ્રેમી પંખીડાઓને લઇ અમદાવાદ રવાના થઇ ગઇ હતી. જોકે કોરોના કાળમાં પણ ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા સગીર યુવતીને કેવી રીતે રૂમ આપીદીધો તે બાબતે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સુત્રો પાસેથી મળતી બાતમી મુજબ પ્રેમી પંખીડાઓ પાસે કોરોના રિપોર્ટ પણ માંગવામાં આવ્યો ન હતો. બીજી તરફ યુવતી સગીર હોવા છતા તેને રૂમ આપી દેવામાં આવી હતી. આમ યાત્રાધામ ડાકોરમાં ગેસ્ટ હાઉસના સંચાલકો કેવીરીતે કાયદાની મજાક ઉડાવી રહ્યા છે, તે જોવા મળ્યું છે. ડાકોર પીએસઆઈ જૂઝાએ જણાવ્યું હતું કે, સંતરામ ગેસ્ટ હાઉસમાં સમગ્ર કાર્યવાહી અમદાવાદ પોલીસે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...