તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કઠલાલના છીપડી ગામના બળવંત ઉર્ફે ભલા ભીખાભાઇ છગાભાઇ રાઠોડ નામના શખસે પંથકની એક પંદર વર્ષીય બાળાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જઇ તેના મિત્ર રાજુ દલસુખભાઇ તાવિયાડ (રહે.સંતરામપુર)ના રહેણાંકી મકાનમાં રાખી અવારનવાર શારીરિક સબંધ બાંધી ગુનો કર્યો હતો.
જે ગુનામાં તેના મિત્ર રાજુ દલસુખ તાવિયાડે મદદગારી કરી આશરો આપ્યો હતો. આ અંગે અપહ્રત સગીરાના વાલીએ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે નોંધાવી હતી. પોલીસે બળવંત ઉર્ફે ભલા ભીખાભાઇ છગાભાઇ રાઠોડ તથા રાજુ દલસુખભાઇ તાવિયાડ વિરૂધ્ધ અપહરણ, પોક્સો સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેની ચાર્જસીટ પોલીસે નડિયાદ સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી.
જે અંગેનો કેસ નડિયાદની સ્પે.સેશન્સ કોર્ટમાં જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ મિનેષ આર.પટેલે અદાલતમાં 19થી વધુ દસ્તાવેજી પુરાવા તથા મૌખીક પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે સરકારી વકીલ મિનેષ પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી બળવંત ઉર્ફે ભલા ભીખાભાઇ રાઠોડને તકસીરવાન ઠરાવી પોક્સો, અપહરણ સહિતની અલગઅલગ કલમો મુજબના ગુનામાં આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.
અદાલતે ભોગબનનાર બાળાને રૂ.2 લાખ રૂપિયા ચુકવી આપવા આરોપીને આદેશ કર્યો હતો. સરકારે જુદાજુદા ગુનામાં આરોપીને રૂ.42હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ગુનામાં મદદગારી કરનાર રાજુ દલસુખભાઇ તાવિયાડને અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.