તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ પાલિકામાં ભાજપના ઉમેદવારની આખરી યાદીને લઇને બે દિવસથી હાઈડ્રામા સર્જાયો હતો. જેનો ગુરૂવારની નમતી બપોરે અંત આવ્યો હતો. ભાજપ મોવડી મંડળે બહાર પાડેલી પાલિકા અને પંચાયતની યાદીમાં 60થી વધુ ઉંમરના અને ત્રણ ટર્મથી ચૂંટાતા હોય તેવા અનેક નામો પર કાતર ફરી છે. જોકે, પક્ષમાં વિવિધ હોદ્દો ધરાવતા ઉમેદવારોમાં થોડી છુટછાટ લેવામાં આવી છે. નડિયાદ પાલિકામાં 52 ઉમેદવારમાં 30થી વધુ નવા ચહેરા જોવા મળશે. જ્યારે 19 રીપીટ થયાં છે. જોકે, આ રિપિટમાં હોદ્દેદારોને ટીકીટ આપવામાં આવતા ગણગણાટ ઉભો થયો છે.
આમ છતાં 60થી વધુ ઉંમરના હોય તેવા નામો કપાયા છે. આ ઉપરાંત ત્રણ ટર્મવાળા પણ કપાયાં છે. નડિયાદ પાલિકામાં વોર્ડ નં.11ના કાઉન્સીલર દીપીકાબહેન પટેલના પતિ સંજયકુમાર પટેલને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે આ જ વોર્ડના અવનીષભાઈ જોષીની પત્ની પ્રતિક્ષાબહેનને ટીકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ સાંસદ કે. ડી. જેસ્વાણી અને દૂર્ગાબહેનના પુત્ર વિશાલ જેસ્વાણીને પણ ટીકીટ આપવામાં આવી છે.
ભાજપના પાંચ હોદ્દેદારોને ટિકીટ મળી
નડિયાદ પાલિકામાં ભાજપના ઉમેદવારોમાં પાંચ હોદ્દેદારોને પણ ટીકીટ આપવામાં આવી છે. જેમાં રંજનબહેન વાઘેલા (શહેર ઉપપ્રમુખ), પરીન બ્રહ્મભટ્ટ (મહામંત્રી), કાનજીભાઈ પરમાર (અનુસુચિત મોર્ચા), બીનતાબહેન દેસાઇ (મંત્રી), કાજલબહેન સુનિલભાઈ પટેલ (ઉપપ્રમુખ)ને ટીકીટ આપવામાં આવી છે.
પાલિકામાં 20 પટેલ -2 મુસ્લિમને ટિકીટ મળી
નડિયાદ નગરપાલિકામાં ભાજપે જાહેર કરેલી 52 ઉમેદવારોની યાદીમાં 20 જેટલા પટેલ છે. આ ઉપરાંત વોર્ડ નં.6માં બે મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપવામાં આવી છે. જોકે, આ બન્ને ઉમેદવારો 2015ની ચૂંટણીમાં હાર્યાં હતાં.
નડિયાદ વોર્ડ નં.3માં બિનહરીફ ચારેય ઉમેદવાર કપાયાં
ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારમાં પરિવર્તન વધુ જોવા મળ્યું હતું. ખાસ કરીને વોર્ડ નં.3માં ચારેય ઉમેદવાર બિનહરીફ હોવા છતાં તેમના નામ કપાયાં છે. આ ઉપરાંત 4માં પણ ચારમાંથી ભાજપના ત્રણ ઉમેદવારો જીત્યાં હતાં. પરંતુ તેઓને ઉમેદવારીની તક મળી નથી. જ્યારે વિજેતા અપક્ષ બાલાભાઈ ભરવાડને ભાજપનું મેન્ડેટ આપવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, વોર્ડ નં.6માં ભાજપના હારેલા બે ઉમેદવાર પણ રીપીટ કરવામાં આવ્યાં છે.અન્ય વોર્ડમાં ભાજપ મોવડી મંડળ દ્વારા કોઈ ઉમેદવારને રીપિટ ન કરીને નવા ને તક આપી છે. જેને લઈને યુવાનોમાં ઉત્સાહ જોવા મળે છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.