તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમલોત્સવ:ખેડા જિલ્લામાં ભગવો લહેરાતા ભવ્ય વિજયોત્સવ યોજાયો, વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિવિધ ભાજપના અગ્રણીઓએ વિજયોત્સવને સંબોધ્યો - Divya Bhaskar
વિવિધ ભાજપના અગ્રણીઓએ વિજયોત્સવને સંબોધ્યો
  • કમલમ્ ખાતે 8 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકામાં જીત મેળવનાર કાર્યકરો હાજર રહ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. જેથી ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે 8 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકામાં ઐતિહાસિક જીત મેળવનાર વિજેતા ઉમેદવારોની હાજરીમાં ભવ્ય વિજ્યોત્સવ યોજાયો હતો. જેમાં વિશેષ માર્ગદર્શન આપવા માટે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ ભાજપના અગ્રણીઓએ ભાગ લીધો
આ પ્રસંગે પ્રભારી જયસિંહજી ચૌહાણ, પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ, સાંસદ દેવુસિંહજી ચૌહાણ, પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસ, મહામંત્રી વિપુલ પટેલ, વિકાસભાઈ શાહ, નટુભાઈ સોઢા, ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ રાજન દેસાઈ, ચંદેશ પટેલ તથા હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની ખુશી વ્યક્ત કરી
ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની ખુશી વ્યક્ત કરી
અન્ય સમાચારો પણ છે...