તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નડિયાદની યુવતી ઓપેરા મિસ ઇન્ડિયામાં રનર્સઅપ

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડો.બ્રિવશી રાજપૂતને મોડેલિંગ, ફિલ્મ-સિરિયલમાં એક્ટિંગ કરવાની ખૂબ તમન્ના

નડિયાદમાં રહેતાં મૂળ મહારાષ્ટ્રના રાજપૂત પરિવારના તબીબ યુવતીએ લોકડાઉનમાં ઓનલાઇન ઓડિશન આપી ડો.બ્રિવશી રાજપૂત મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર ટાઇટલ વિજેતા થયા બાદ ઓપેરા મિસ ઇન્ડિયા ઓનલાઇન કોન્ટેસ્ટ 2021માં ફર્સ્ટ રનર્સ અપ થઇ પોતાની કારકિર્દીમાં વધુ એક મયુરપિચ્છ ઉમેર્યું હતુ. મહેનતકશ પરિવારમાંથી આવતી તબીબ યુવતીએ બબ્બે એવોર્ડ અંકે કરી નડિયાદ શહેર સહિત સમગ્ર ચરોતરપંથકને ગૌરવ પ્રદાન કર્યું છે.

કોલેજકાળથી જ ગ્લેમર ફિલ્ડમાં કારકિર્દી બનાવવાના સોણલાં સેવતી ડો.બ્રિવશી રાજપૂત વધુ એક સિદ્ધિ મેળવી છે. ફિઝિયોથેરાપિસ્ટ ડો.બ્રિવશી રાજપૂતે ઓનલાઇન ઓડિશન આપીને મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર ટાઇટલ વિનર થઇ પોતાના પરિવાર અને નડિયાદ શહેરની સાથે ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું હતુ. દરમિયાનમાં 21મી જાન્યુઆરીએ યોજાયેલા ઓપેરા મિસ ઇન્ડિયા ઓનલાઇન સેશન-2 કોન્ટેસ્ટ 2021માં નડિયાદમાં ઘરની અગાસીને જ સ્ટુડિયો બનાવી ઓનલાઇન ઓડિશન આપી હોવાનું ડો.બ્રિવશી રાજપૂતે જણાવ્યું હતુ. તેણીએ કહ્યું કે, ઓડિશનમાં ટ્રેડીશનલ, રેમ્પવોક, ઇન્ટ્રોડક્શન, ક્વેશ્ચન-આન્સર રાઉન્ડ હતા. જેમાં ગત 7મી ફેબ્રુઆરીએ ફાઇનલ અને સેકન્ડ રાઉન્ડમાં ભારતભરમાંથી કુલ 46 યુવતી મિસ કેટેગરીમાં ફાઇનલીસ્ટ થઇ હતી. જેમાં ડો.રાજપૂતનો 39મો નંબર હતો.

રાજ્યોમાંથી એક-એકથી ચડિયાતી સુંદર યુવતીઓએ આ ઓડિશનમાં ઓનલાઇન ભાગ લીધો હતો. જેના ફાઇનલ રાઉન્ડમાં વિનર તરીકે બે સુંદરી વચ્ચે ટાઇ થઇ હતી. જેમાં બન્નેને ઓપેરા મિસ ઇન્ડિયા ઓનલાઇન સેશન-2 ના વિનર જાહેર કરાયા હતા. બાદમાં થોડાંક માર્ક્સ માટે વિનર થતાં રહી ગયેલાં નડિયાદના ડો.બ્રિવશી રાજપૂતને ફર્સ્ટ રનરઅપ જાહેર કરાયા હતા. આમ, તેણીને ફિલ્મ અને ટીવી સિરિયલમાં કામ કરવાની ઇચ્છા છે. મોડેલિંગ અને ગ્લેમરની દુનિયામાં આગળ ધપવાની ઝંખના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો