જુગાર:ચકલાસીમાંથી રૂ. 8,700ના મુદ્દામાલ સાથે 7 ખેલી ઝબ્બે

ચકલાસી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચકલાસી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કણજરી નેશનલ હાઈ-વે પર આવેલી દરબાર હૉટલની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો જુગાર રમે છે. આ મળેલ માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેઈડ કરી હતી. જ્યાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા હતા.

પૂછપરછ કરતાં ઈસમોએ પોતાનું નામ સંજયભાઈ રાણા (રહે.કણજરી), ઈમરાન વ્હોરા (રહે.કણજરી), રાહિલભાઈ વ્હોરા (રહે.કણજરી), જતિનભાઈ ઉર્ફે ગાંધી રાજ (રહે.કણજરી), નિકુંજભાઈ ઉર્ફે નીકો રાજેન્દ્રભાઈ રાજ (રહે.કણજરી), ઈશ્વરભાઈ જાદવપુરા(રહે.ચકલાસી) , અને વસીમભાઈ શેખ (રહે.ભાલેજ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી કુલ 8,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ચકલાસી પોલીસે ઉપરોક્ત તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...