તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ વધારો:સીએનજીમાં કિલોએ રૂ 2નો વધારો : 36 હજાર વાહન માલિકોના ખિસ્સાં ખંખેરાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં 20,243 કાર અને 16,509 રીક્ષા સી.એન.જી સંચાલિત : નવો ભાવ રૂા. 54.45

પેટ્રોલ ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો છે, તેનાથી બચવા સામાન્ય માણસ સી.એન.જીનો વિકલ્પ પસંદ કરી રહ્યો છે. પરંતુ સી.એન.જીમાં પણ હવે ભાવ વધારો થતા સામાન્ય વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે. આણંદ જિલ્લામાં કાર્યરત ચરોતર ગેસ મંડળી દ્વારા આજે ગુરુવારે મધ્ય રાત્રીથી ગેસના ભાવમાં કિલોએ રૂા.1નો વધારો લાગુ કરવામાં આવ્યો છે.

આ અગાઉ ખેડા જિલ્લામાં ચાલતા ગુજરાત ગેસ દ્વારા 23 ઓગસ્ટના રોજ રૂ.2નો વધારો કર્યો છે.જેના કારણે રૂ.52.45 પ્રતિ કિલોના ભાવે મળતો સી.એન.જી હવે રૂ.54.45 પ્રતિ કિલોની કિંમતે મળી રહ્યો છે. જિલ્લામાં સી.એન.જીથી ચાલતા વાહનોની સંખ્યા પર નજર કરીયે તો 20,243 કાર અને 16,509 રીક્ષા મળી કુલ 36,752 વાહનો સી.એન.જી થી ચાલી રહ્યાં છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં 3,065 વાહનો CNGમાં કન્વર્ટ થયા છે. આમ, વાહન ચાલકો સી.એન.જી તરફ ડાયવર્ટ થયા, ત્યારે સી.એન.જી કંપનીઓ દ્વારા સીધો રૂ.2નો વધારો કરી દેતા વાહનચાલકોને પડતા પર પાટું વાગ્યું છે.

પેટ્રોલના વધતા ભાવથી CNGની કીટ નંખાવી અને હવે ભાવ વધારો
પેટ્રોલનો ભાવ સતત વધતા અમે કારમાં સીએનજી કીટ નંખાવી હતી. પરંતુ સીએનજીમાં પણ હવે ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે જવું કઈ તરફ એ ખબર પડતી નથી. જોકે હજુ ભાવ 54.45 રૂપિયા છે, ત્યારે આનાથી વધારે વધારો ના થાય તે ગ્રાહકોના હિતમાં રહેશે.> હરેશ ગજ્જર

અન્ય સમાચારો પણ છે...