તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નજીવી બાબતનો લોહિયાળ અંત:ઘરવખરીની વસ્તુ લેવા ઉછીના લીધેલા 150 રૂપિયાએ જીવ લીધો, કપડવંજમાં તકરારમાં ભાઇએ ભાઇની હત્યા

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કપડવંજમાં ફક્ત રૂ.150 માટે યુવકની હત્યા કરતાં તેનો પરિવાર નોંધારો બન્યો હતો. - Divya Bhaskar
કપડવંજમાં ફક્ત રૂ.150 માટે યુવકની હત્યા કરતાં તેનો પરિવાર નોંધારો બન્યો હતો.
 • બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
 • મૃતકના પિતા, વચેટ ભાઈ અને વચેટ ભાઈની પત્ની સામે હત્યાનો ગુનો નોંધાયો
 • મોટા ભાઈએ ઉછીની રકમ નાના ભાઈ પાસે પરત માંગતા ઝઘડો થયો હતો
 • પિતાએ કુહાડી અને ભાભીએ ધારિયાના ઉપરા છાપરી ઘા કર્યાં

કપડવંજના દંતાલી તાબેના નવારતનપુરા ગામે ઉછીનાં નાણાં બાબતના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો છે. ઘરવખરીની વસ્તુ લેવા ઉછીના લીધેલા ફક્ત રૂપિયા 150ની તકરારના ઝઘડાએ એક વ્યક્તિનો જીવ લીધો છે. આ ચકચારી હત્યાના બનાવમાં કપડવંજ ગ્રામ્ય પોલીસે મૃતકના પિતા, વચેટ ભાઈ અને વચેટ ભાઈની પત્ની સામે ઈપીકો કલમ 302 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

150 રૂપિયા ઉછીના લીધા હતા
કપડવંજ તાલુકાના દંતાલી તાબેના નવારતનપુરા ગામે ગત્ મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. આ ગામે રહેતા તખતસિંહ સબુરભાઈ રાઠોડ (ઉ. વ. 41)એ બે એક દિવસ પહેલા પોતાના વચેટ ભાઈ ભરતભાઈ સબુરભાઈ રાઠોડ પાસેથી ઘરવખરીની વસ્તુઓ લાવવા માટે ઉછીનાં દોઢસો રૂપિયા લીધાં હતાં. આથી ભરતભાઈ ગઈકાલે સવારે આ ઉછીનાં રૂપિયાની ઉઘરાણી કરતાં તખતસિંહે જણાવ્યું કે અત્યારે મારી પાસે નથી સાંજે આપીશ. આ બાદ ભરતભાઈ પોતાની પત્ની અને બાળકો સાથે વઘાસ ગયાં હતા.

વચેટભાઈએ રૂપિયાની ઉઘરાણી કરી ઝઘડો કર્યો
મોડી રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ તેઓ પરત પોતાના ગામે નવારતનપુરા આવ્યા હતા. આ સમયે ભરતભાઈએ રૂપિયાની ઉઘરાણી કરી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આક્રોશમાં આવેલ ભરતભાઈ તથા તેમની પત્ની સવિતાબેન અને સબુરભાઈ હમીરભાઈ રાઠોડે ભેગા મળીને લોખંડની પાઈપ, ધારયું, કુહાડી જેવા હથિયારો વડે તખતસિંહ ઉપર હુમલો કર્યો હતો. કુટુંબી સગાસંબંધીઓ દોડી આવતા લોહીલુહાણ ગંભીર રીતે ઘવાયેલા તખતસિંહની તપાસ કરતા તેઓ મૃત્યુ પામ્યા હોવાની જાણ થઈ હતી.

આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી
આથી તેમના મૃતદેહને તુરંત સરકારી દવાખાનામાં લઈ જઈ કપડવંજ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકના પત્ની જમનાબેન તખતસિંહ રાઠોડની ફરિયાદના આધારે ઉપરોક્ત ત્રણેય લોકો સામે આઈપીસી 302, 504, 506(2), 34 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરવા કાર્યવાહી આરંભી છે.

બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
​​​​​​​તખતસિંહના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તેઓએ છ વર્ષ અગાઉ જમનાબેન સાથે લગ્ન કર્યા હતા. જેમાં તેઓ બે માસુમ દીકરીઓના પિતા બન્યા હતા. જેમાં મોટી દીકરી 4 વર્ષની જ્યારે નાની દીકરી 2 વર્ષની છે. માત્ર 150 રૂ. ની તકરારમાં ઘરના મોભીએ જ નાના પુત્ર પુત્રવધુ સાથે મળીને પોતાના મોટા દીકરાની હત્યા કરીને, પરિવારનો માળો વિખેરી દીધો હતો.

મરનાર ભાઇના દીકરાની તખતસિંહ સંભાળ રાખતા
સબુરભાઇને ત્રણ દીકરા હતા. જેમાં સૌથી મોટા તખતસિંહ, તેમનાથી નાનો ભરત અને સૌથી નાનો રણજીત હતો. જોકે, રણજીતના મૃત્યુ બાદ તેના પુત્રની જવાબદારી તખતસિંહે ઉપાડી હતી અને જમનાબેન અને તખતસિંહ તેને પોતાના સંતાનની જેમ જ સાચવતા હતા.

મૃતકના ભાઈ અને ભાભીની ધરપકડ કરાઈ
કપડવંજના દંતાલી ગામે હત્યા કેસમાં પોલીસે મરનાર યુવકના ભાઈ ભરતભાઈ સબૂરભાઈ રાઠોડ અને ભાભી સવિતાબેન ભરતભાઈની મોડી સાંજે ધરપકડ કરી હતી. જોકે, હત્યા બાદ મૃતકના પિતા સબુર હમીરભાઈ રાઠોડ ભાગી ગયાં હતાં. જેની ધરપકડ માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે.> જે. કે. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કપડવંજ ગ્રામ્ય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો